ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ આઈપીએલની 14મી સીઝન માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ધોનીની ટ્રેનિંગનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની પોતાના જૂના અંદાજમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. 


ધોનીની ટીમે ચેન્ન્ઈ સુપર કિંગ્સે તેની પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માહી નેટ્સ પર બેટિંગ કરી રહ્યો છે. શરૂઆતમાં ધોની ડાઉન ધ ગ્રાઉન્ડ રમતો જોવા મળી રહ્યો છે, પરંતુ થોડી વાર પછી તે મોટા મોટા શોટ્સ રમતા અને શાનદાર છગ્ગા ફટકારતા જોવા મળે છે. 


પાછલી સીઝનમાં ખરાબ રહ્યું હતું ધોનીનું પ્રદર્શન


વિતેલા વર્ષે 15 ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનાર એમએસ ધોની માટે આઈપીએલ 2020 કંઈ ખાસ રહ્યું ન હતું. કોરોના મહામારીની વચ્ચે યૂએઈમાં રમાયેલ આઈપીએલ 13માં ધોની 14 મેચમાં માત્ર 200 રન જ બનાવી શક્યો હતો. આ દમરિયાન તેના બેટથી એક પણ હાફ સેન્ચુરી નીકળી ન હતી. જ્યારે સમગ્ર સીઝનમાં તેને માત્ર 116.27ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. 






CSKને ત્રણ વખત ચેમ્પિયન બનાવી ચૂક્યો છે ધોની


નોંધનીય છે કે, એમએસ ધોનીની કેપ્ટનશિપમાં સીએસકે ત્રણ વખત આ લીગ જીતી ચૂકી છે. જોકે, આઈપીએલ 2020માં સીએસકેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખથ ચેન્નઈ પ્લે ઓફમાં પહોંચી શકી ન હતી.