નવી દિલ્હીઃ આઈપીએલ 2020માં રોમાંચક મેચથી લઈને શ્વાસ રોકાય જાય એવી માચે આપણે પહેલા પણ જોવા મળી છે. આવી જ એક ઘટના સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચમાં. આ અજીબોગરીબ ઘટના પંજાબની 14મી ઓવરમાં બની જ્યારે એક જ બોલ પર બે વખત રિવ્યૂ લેવામાં આવ્યા.


હૈદ્રાબાદે પંજાબ સામે 202 રનનો ટાર્ગેટ રાખ્યો હતો પંરતુ પંજાબની બેટિંગ નિરાશાજનક રહી હતી. 5 વિકેટ પડી ગયા બાદ નિકોલસ પૂરનનો સાથ આપવા માટે મુજીબ ઉર રહેમાન આવ્યા જે આ ઘટનામાં સામે રહ્યો. મેચની 14મી ઓવર ખલીલ એહમદ કરી રહ્યા હતા તેની ફુલ લેંથ બોલ પર મુજીબ શોટ રમવા ગયો. પંરતુ બોલ સીધો વિકેટકીપરના ગ્લવ્સમાં ગોય. હૈદ્રાબાદના ખેલાડીઓએ કેચ માટે અપીલ કરી પરંતુ અમ્પાયરે અપીલ નકારી દીધી. ત્યાર બાદ અમ્પાયરે બમ્પ બોલ ચેક કરવા માટે થર્ડ અમ્પાયરની પાસે ગયા, જ્યાં થર્ડ અમ્પાયરે તેને મોટી સ્ક્રીન પર મુજીબને આઉટ આપ્યો.








મેદાન પર મોટી સ્ક્રીન પર આઉટ જોયા બાદ મુજીબ ડ્રેસિંગ રૂમ તરફ ચાલવા લાગ્યો પરંતુ ડ્રેસિંગ રૂમમાંથી કોઈનો ઇશારો મળવા પર તેમએ રિવ્યૂની માગ કરી દીધી. મુજીબના રિવ્યૂ પર ફરીથી થર્ડ અમ્પાયરે જોડાવવું પડ્યું ને સ્નીકો મીટરથી ચેક કરીને ફરીથી મુજીબને આઉટ આપ્યો. અમ્પાયરના નિર્ણય બન્ને વખત એક જેવા જ રહ્યા પરંતુ પંજાબે પોતાનો રિવ્યૂ ગુમાવી દીધો. આ રીતે અજીબોગરીબ ઘટના દર વર્ષે આઈપીએલમાં જોવા મળથી હોય છે. મુજીબને આઉટ થયા બાદ પંજાબની વિકેટો ટપોટપ પડવા લાગી અને હૈદ્રાબાદે મેચ 69 રનથી જીતી લીધી.