મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સની પકડ ધીમે ધીમે મજબૂત બનતી જઇ રહી છે. પહેલી મેચમાં ચેન્નાઇ સામે માત ખાધા બાદ રોહિતની ટીમે શાનદાર વાપસી કરી છે. આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે કાંટે કી ટક્કર સંભવ છે કેમકે બન્ને ટીમોમાં મેચ વિનર ખેલાડીઓ ભરેલા છે.
આજે મુંબઇ ઇન્ડિયન્સ રાજસ્થાન સામે અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. રોહિતની નજર આજની મેચ જીતીને ટૉપ પર પહોંચવા પર રહેશે, તો વળી સામે રાજસ્થાન જીત મેળવીને લય હાંસલ કરવા પ્રયાસ કરશે. રિપોર્ટ છે કે કેપ્ટન રોહિત શર્મા રાજસ્થાન સામે મેચ વિનિંગ કૉમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે. અહીં અમે 11 સંભવિત પ્લેઇંગ ઇલેવનના ખેલાડીઓ વિશે વાત કરી રહ્યાં છીએ.
મુંબઇ ઇન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), સૂર્ય કુમાર યાદવ, ઇશાન કિશન, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ.
પૉઇન્ટ ટેબલમાં હાલની સ્થિતિની વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સ પાંચમાંથી ત્રણ જીત અને બે હાર સાથે 6 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે. જ્યારે રાજસ્થાન રૉયલ્સ ચારમાંથી બે જીત અને બે હાર સાથે 4 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પાંચમા નંબરની પૉઝિશન પર છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
રાજસ્થાનને હરાવવા રોહિત આ વિનિંગ કૉમ્બિનેશન સાથે ઉતરી શકે છે મેદાનમાં, જાણો શું છે બન્નેની સ્થિતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2020 03:03 PM (IST)
આજે મુંબઇ ઇન્ડિયન્સ રાજસ્થાન સામે અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. રોહિતની નજર આજની મેચ જીતીને ટૉપ પર પહોંચવા પર રહેશે, તો વળી સામે રાજસ્થાન જીત મેળવીને લય હાંસલ કરવા પ્રયાસ કરશે
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -