બૉલ્ટે કહ્યું કે, સતત ક્વૉરન્ટાઇનમાં રહેવુ સહનીય નથી. બાયૉ બબલ બેશક ક્રિકેટરો માટે સુરક્ષિત માહોલ તૈયાર કરી રહ્યું છે. પરંતુ આ માટે ખેલાડીઓએ એક મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. બૉલ્ટે કહ્યું- ન્યૂઝીલેન્ડમાં વાપસી બાદ તમારે બે અઠવાડિયા સુધી એક હૉટલમાં પુરાઇને રહેવુ પડે, અને બાદમાં જ તમને બહાર જવા દેવામાં આવશે. આ એકદમ મુશ્કેલ સ્થિતિ છે, જે ખેલાડીઓને અનુભવવી પડે છે. આઇપીએલ રમવા વિશે વાત કરતા બૉલ્ટે કરતા કહ્યું કે મેદાન પર વાપસી કરવી શાનદાર રહી, અને પ્રત્યેક માટે ક્રિકેટ જોવા માટે કંઇક શાનદાર રહ્યુ હતુ, આખી દુનિયાએ આને જોઇ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વિરાટ કોહલી અને કગિસો રબાડાએ પણ બાયૉ બબલ સામે વિરોધ નોંધાવ્યો હતો, આનાથી થતા માનસિક તણાવ વિશે બન્નેએ વાત કહી હતી.