Pakistan Cricket Board:  ગયા વર્ષે રમીઝ રાજાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ નજમ સેઠીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આગામી અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે, પરંતુ નજમ સેઠી ચૂંટણી લડશે નહીં.  વાસ્તવમાં નજમ સેઠીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.






પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ શું કહ્યું?


વાસ્તવમાં પાકિસ્તાનમાં રાજકીય મડાગાંઠ ચાલુ છે. પાકિસ્તાનના શાસક પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે નજમ સેઠીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટી કરી હતી. નજમ સેઠીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે તેઓ આસિફ ઝરદારી અને શાહબાઝ શરીફ વચ્ચે લડાઇનું કેન્દ્ર બનવા માંગતા નથી. જેના કારણે તેમણે આ નિર્ણય લીધો છે.


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે તમને બધાને સલામ... હું આસિફ ઝરદારી અને શાહબાઝ શરીફ વચ્ચેની લડાઇનું કેન્દ્ર બનવા માંગતો નથી. જેના કારણે મેં આ નિર્ણય લીધો છે. તેમણે આગળ લખ્યું હતું કે આવી સ્થિતિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે સારી નથી. આ કારણે વર્તમાન પરિસ્થિતિને જોતા મેં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આગામી અધ્યક્ષના પદ માટેની ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. તમામ સ્ટેકહોલ્ડર્સને મારી શુભેચ્છાઓ.


મોહમ્મદ રિઝવાને માઈન્ડ ગેમ ખેલતા કહ્યું કે...


પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાને ભારત સાથેની તાજેતરની મેચ વિશે વાત કરી હતી. તેમાં વિકેટકીપર બેટ્સમેને કહ્યું હતું કે, કેવી રીતે ટીમ ઈન્ડિયા સામેની જીતને તેના દેશ માટે વર્લ્ડકપ જીત તરીકે જોવામાં આવે છે. જોકે, રિઝવાનનો મત તેનાથી અલગ છે. તેણે કહ્યું હતું કે, ભારતને હરાવવું એ અમારા માટે વર્લ્ડકપ જીતવા જેવું નથી પરંતુ વર્લ્ડકપ જીતવો એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે.


15 ઓક્ટોબરે ટક્કર થશે