Napier Weather Update: ભારત અને ન્યૂઝીલેન્ડમાં રમાનારી ત્રીજી ટી20 મેચ પહેલા મોટુ સંકટ આવી ચઢ્યુ છે. નેપિયરમાં વરસાદ શરૂ થઇ ગયો છે, આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની સીરીઝની ત્રીજી અને અંતિમ ટી20 રમાઇ રમાશે, પરંતુ આ પહેલા વરસાદના કારણે ફેન્સના મૂડ ઓફ થઇ ગયા છે. 


તાજા રિપોર્ટ પ્રમાણે અત્યારે મેક્લિન પાર્કના નેપિયર ગ્રાઉન્ડ પર વરસાદે બેટિંગ શરૂ કરી દીધી છે. નેપિયરમાં વરસાદ શરૂ થવાથી મેચ પર પણ ખતરો ઉભો થયો છે. હાલમાં મેચ શરૂ થવામાં દોઢ કલાકનો સમય બચ્યો છે, પરંતુ વરસાદથી મેચને વધારે નુકશાન ના થવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વેધર રિપોર્ટ છે કે નેપિયરમાં બપોર સુધી વાતાવરણ સાફ થઇ જશે. જાણો શું છે હાલની સ્થિતિ... 


મેચ રદ્દ થવા લાયક નથી પડી રહ્યો વરસાદ 
ભલે નેપિયરમાં વરસાદ શરૂ થઇ ગયો હોય, પરંતુ મેચ રદ્દ થાય એટલો નથી પડી રહ્યો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, હવે તે જલદી બંધ થઇ શકે છે. બપોર સુધી વાતાવરણ સાફ પણ થઇ જશે. જોકે, સામાન્ય વરસાદ મેચમાં વિઘ્ન નાંખી શકે છે, પરંતુ મેચ પુરેપુરી રદ્દ થવાની આસાર ઓછા છે 


કેટલો થશે સ્કૉર, શું કહે છે પીચ રિપોર્ટ - 
આજની મેચ બપોરે 12 વાગ્યાથી ડીડી સ્પૉર્ટ્સ પરથી લાઇવ જોઇ શકાશે, આ મેચ ત્રણ મેચોની ટી20 સીરીઝની અંતિમ મેચ છે, અને મેકલીન પાર્કના નેપિયર ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે જાણો આ પીચ કોણે વધુ મદદ કરી શકે છે.


નેપિયરની મેક્લિન પાર્કની પીચની વાત કરીએ તો બેટિંગ માટે આ પીચ ખુબ મદદગાર સાબિત થઇ શકે છે. અહીં અત્યાર સુધી ચાર કમ્પલેટ મચે રમાઇ છે. આમાં ચાર વાર 170+ રન બન્યા છે. અહીં સર્વોચ્ચ સ્કૉર 241 રનનો છે. આવામાં આજની મેચ પણ હાઇસ્કૉરિંગ જરૂર થઇ શકે છે. આજની મેચમાં રનોના ઢગલા થઇ શકે છે. જોકે આજે થોડોક વરસાદ પડી શકે એવી પુરેપુરી સંભાવના પણ છે. નેપિયરમાં આજે વાદળો છવાયેલા રહેશે. 


કોણુ પલડુ છે ટી20માં ભારે, જાણો હેડ ટૂ હેડ આંકડા - 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 21 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 7 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે. 


હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.  સુર્યકુમાર યાદવે તો મેદાનમાં રીતસરનું વાવાઝોડું લાવી દીધું હતું તો બોલિંગમાં તમામ બોલર્સે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. આજે નેપિયર ખાતે ફાઈનલ મુકાબલો રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જણાઈ રહ્યું છે.