IND vs NZ 1st Test: બેંગલુરુ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 402 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. ભારતનો પ્રથમ દાવ માત્ર 46 રનમાં સમેટાઈ ગયો હતો, તેથી પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડની કુલ લીડ 356 રન થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમનો સૌથી મોટો હીરો રચિન રવિન્દ્ર હતો, જેણે 134 રન બનાવીને પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. તેના સિવાય ટિમ સાઉદી અને ડેવોન કોનવેએ પણ અડધી સદી ફટકારીને મુલાકાતી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


 






બેંગલુરુ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો, જેના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. બીજા દિવસે ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ભારતીય ટીમ પર ભારે પડ્યો હતો અને સમગ્ર ભારતીય ટીમ 46 રનમાં સમેટાઈ ગઈ હતી અને બીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે 3 વિકેટના નુકશાને 180 રન બનાવી લીધા હતા.


ત્રીજા દિવસે રચિન રવિન્દ્રએ કરી તોફાની બેટિંગ
કિવી ટીમે ત્રીજા દિવસે પોતાનો સ્કોર 180/3 થી આગળ વધાર્યો. દિવસની રમત શરૂ થયાની થોડી ઓવર પછી મોહમ્મદ સિરાજે ડેરીલ મિશેલને આઉટ કર્યો હતો. તે પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી, જેના કારણે ન્યૂઝીલેન્ડનો સ્કોર 7 વિકેટે 233 રન થઈ ગયો. રચિન રવિન્દ્રએ 124 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને ટિમ સાઉદી સાથે 137 રનની શાનદાર ભાગીદારી કરી હતી. રવિન્દ્ર અને સાઉદીએ મળીને ટીમનો સ્કોર 350 રનની પાર પહોંચાડ્યો હતો.


ભારતીય બોલિંગ બિનઅસરકારક સાબિત થઈ 
ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના બોલરોએ ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ, મેટ હેનરી અને ગ્લેન ફિલિપ્સની વિકેટ ઝડપી લીધી હતી. પરંતુ તે પછી છેલ્લી ત્રણ વિકેટ વચ્ચે 169 રન થયા હતા. કુલદીપ યાદવે ચોક્કસપણે ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ તે પણ ખરાબ રીતે ધોવાયો હતો. તેણે 5થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા. રવિન્દ્ર જાડેજાએ પણ 3 અને મોહમ્મદ સિરાજ 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેના સિવાય જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.


આ પણ વાંચો...


IPL 2025: આ ખેલાડીઓને રિટેન કરી શકે છે લખનઉ સુપર જાયન્ટ્સ? કેએલ રાહુલ-પૂરનને કરશે રીલિઝ?