Martin Guptill Released by from Central Contract: ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક મહત્વનો નિર્ણય લેતા તેના દિગ્ગજ ખેલાડી અને ઝંઝાવાતી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલને સેંટ્રલ કોન્ટ્રાક્ટમાંથી રિલીઝ કરી દીધો છે. ટ્રેંટ બોલ્ટ અને કોલિન ડિંગ્રેડહોમ બાદ સેંટ્રલ કોન્ટ્રાક્માંથી રિલિઝ કરવામાં આવેલો ગુપ્ટિલ ત્રીજો ખેલાડી છે.


સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત થયા બાદ હવે માર્ટિન ગુપ્ટિલ વિશ્વભરમાં થઈ રહેલી ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં ભાગ લઈ શકશે. ગુપ્ટિલે પોતે જ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને કોન્ટ્રક્ટમાંથી મુક્ત કરવાની ભલામણ કરી હતી.


માર્ટિન ગુપ્ટિલને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરાયો


ગુપ્ટિલને મુક્ત કરતા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તેના નિવેદનમાં કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત બાદ માર્ટિન ગુપ્ટિલને કેન્દ્રીય કરારમાંથી બહાર કરવા માટે સંમત થયું હતું. બોર્ડના આ નિર્ણય બાદ તે ન્યૂઝીલેન્ડની ટીમમાં પસંદગી પામવાનો હકદાર જરૂરથી રહેશે પરંતુ પ્રથમ પ્રાથમિકતા એ ખેલાડીઓને આપવામાં આવશે જેમની પાસે સેન્ટ્રલ અથવા ડોમેસ્ટિક કરારથી કરારબદ્ધ છે.


ગુપ્ટિલે મોટું નિવેદન આપ્યું છે


સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત થયા બાદ માર્ટિન ગુપ્ટિલે કહ્યું હતું કે , દેશ માટે રમવું મારા માટે ગર્વની વાત છે. હું ન્યુઝીલેન્ડની ટીમ અને ક્રિકેટ બોર્ડનો તેમના સમર્થન બદલ આભારી છું. મેં આ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લીધો છે. કોન્ટ્રાક્ટમાંથી મુક્ત થયા બાદ પણ હું ન્યુઝીલેન્ડ માટે રમવા માટે ઉપલબ્ધ રહીશ. મને મારા પરિવાર સાથે વધુ સમય વિતાવવાની તક મળશે જે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


T20 વર્લ્ડકપમાથી બાદબાકી


ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડના આ અનુભવી વિસ્ફોટક બેટ્સમેનને ICC T20 વર્લ્ડ કપમાં એક પણ મેચ રમવાની તક મળી નહોતી. તે ટીમનો હિસ્સો જરૂર હતો પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. તેવી જ રીતે તાજેતરમાં સમાપ્ત થયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 શ્રેણીમાંથી પણ ગુપ્ટિલને બહાર કરવામાં આવ્યો હતો.


મેચ કેમ ટાઈ થઈ?


આ મેચમાં જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ જ્યારે બીજી ઇનિંગ ચાલી રહી હોય ત્યારે બાકીની ઓવરો, વિકેટના આધારે તે સમયે નક્કી કરાયેલા ટાર્ગેટને નવી રીતે નક્કી કરવામાં આવે છે. જ્યારે ડકવર્થ-લુઈસ લાગુ કરવામાં આવે છે ત્યારે બે પ્રકારના સ્કોર નક્કી કરવામાં આવે છે પહેલો બરોબરીનો સ્કોર અને બીજો ટાર્ગેટ સ્કોર છે.


બીજા દાવની શરૂઆત પહેલા ટાઈ સ્કોર નક્કી કરવામાં આવે છે જ્યારે વરસાદને કારણે મેચ બંધ થઈ જાય તો ટાર્ગેટ સ્કોર નક્કી કરવામાં આવે છે. સમાન સ્કોરમાં નિયમિત ઓવરો અને વિકેટો પછી નિશ્ચિત સ્કોર સુધી પહોંચવું જરૂરી છે, જે ટીમ ઇન્ડિયા સાથે આ મેચમાં થયું. જો મેચ ટાઈ થાય તો T20 ઈન્ટરનેશનલમાં સુપર ઓવરની પણ જોગવાઈ છે, પરંતુ ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં સુપર ઓવર શક્ય ન હતી કારણ કે અહીં વરસાદ પડી રહ્યો હતો અને મેદાન પણ ભીનું હતું.