NZ vs SL:  ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ આ જીત બાદ કિવી ટીમે સેમીફાઈનલ માટે પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે. જ્યારે બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશાને જોરદાર ફટકો પડ્યો છે. આ જીત બાદ ન્યુઝીલેન્ડના 9 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે. ન્યુઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.


 






ન્યૂઝીલેન્ડના ઓપનર ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રની સ્ફોટક શરૂઆત


ન્યૂઝીલેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ હતો. ન્યૂઝીલેન્ડે 23.2 ઓવરમાં 5 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. શ્રીલંકાના 171 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. ન્યૂઝીલેન્ડના ઓપનર ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે 12.2 ઓવરમાં 86 રન જોડ્યા હતા. ડ્વેન કોનવે 42 બોલમાં 45 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. ડ્વેન કોનવેને દુષ્મંથા ચમીરાએ આઉટ કર્યો હતો.


ડ્વેન કોનવે બાદ રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસન પેવેલિયન પરત ફર્યા હતા


ન્યુઝીલેન્ડને બીજો ઝટકો રચિન રવિન્દ્રના રૂપમાં લાગ્યો હતો. રચિન રવિન્દ્રએ 34 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. રચિન રવિન્દ્રને મહિષ તિક્ષ્ણાએ આઉટ કર્યો હતો. આ પછી કિવી કેપ્ટન કેન વિલિયમસન પેવેલિયન પરત ફર્યો હતો. કેન વિલિયમસને 15 બોલમાં 14 રન બનાવ્યા હતા. કેન વિલિયમસનને એન્જેલો મેથ્યુઝે તેનો શિકાર બનાવ્યો હતો. કેન વિલિયમસન જ્યારે આઉટ થયો ત્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર 130 રન હતો એટલે કે કિવી ટીમના 3 બેટ્સમેન 130 રન બાદ પેવેલિયન પરત ફર્યા હતા.


ડેરીલ મિશેલે 31 બોલમાં 43 રન બનાવ્યા હતા. જ્યારે માર્ક ચેપમેન 7 બોલમાં 7 રન બનાવીને રનઆઉટ થયો હતો. શ્રીલંકાના બોલરોની વાત કરીએ તો એન્જેલો મેથ્યુસ સૌથી સફળ બોલર હતો. એન્જેલો મેથ્યુઝે 4 ઓવરમાં 29 રનમાં 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય મહિષ તિક્ષિના અને દુષ્મંથા ચમીરાએ 1-1 વિકેટ લીધી હતી.


ન્યુઝીલેન્ડ પ્લેઇંગ-11
કેન વિલિયમસન (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ.


શ્રીલંકા પ્લેઇંગ-11


કુસલ મેન્ડિસ (કેપ્ટન અને વિકેટકીપર), કુસલ પરેરા, પથુમ નિસાંકા, સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુઝ, ધનંજય ડી સિલ્વા, મહિષ તિક્ષણા, દિલશાન મદુશંકા, દુષ્મંથા ચમીરા અને ચમિકા કરુણારત્ને.