મુંબઇઃ કોરોના વાયરસના વધતા કેસના કારણે ભારતમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસીમાં મોડુ થઇ શકે છે. કૉવિડ-19ના કારણે ભારત જેવા દેશોમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી વર્ષે જાન્યુઆરીમાં રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝનુ આયોજન યુએઇમાં થઇ શકે છે. એટલુ જ નહીં આવતા વર્ષની આઇપીએલનુ આયોજન પણ યુએઇમાં થવાની સંભાવના વધી ગઇ છે.


શનિવારે બીસીસીઆઇ અને સંયુક્ત આરબ અમિરાત ક્રિકેટ બોર્ડની વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, આ કરારમાં બન્ને દેશોના ક્રિકેટ બોર્ડની વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કહેવામાં આવી છે.

બીસીસીઆઇના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે એબીપી ન્યૂઝને કહ્યું કે, હાલ બીસીસીઆઇની આ વર્ષની આઇપીએલ સુધી જ આરબ અમિરાત ક્રિકેટ બોર્ડની સાથે કરાર છે, પરંતુ બોર્ડ સુત્રો અનુસાર 2021ના ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ સીરીઝ અને આગામી વર્ષની આઇપીએલ પણ સંયુક્ત આરબ અમીરાતમાં થવાની સંભાવના છે. શનિવારે યુએઇ ક્રિકેટ બોર્ડની સાથે બેઠકમાં બીસીસીઆઇના અધ્યક્ષ, સચિવ અને કોષાધ્યક્ષ સામેલ થયા હતા.

ભારતમાં દરરોજ કોરોના વાયરસના લગભગ એક લાખ કેસો સામે આવી રહ્યાં છે. જો કોરોનાના કેસની ઝડપ વધતી રહેશે તો ભારત આ વર્ષના અંત સુધી મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની જશે.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ પહેલા જ બીસીસીઆઇથી આગામી વર્ષ જાન્યુઆરીમાં યોજાનારી સીરીઝનુ આયોજન યુએઇમાં કરવાની અપીલ કરી ચૂક્યુ છે. હવે બોર્ડ સુત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યુ કે આ સીરીઝનુ યુએઇમાં આયોજિત થવાની સંભાવના વધી રહી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ