Nitish Reddy Test Career: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયામાં ઘણા મહાન બેટ્સમેન હાજર હતા. ટીમ ઈન્ડિયાને બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનની કિંમત 10 વિકેટે હારીને ચૂકવવી પડી હતી. ટીમે પ્રથમ દાવમાં 180 રન અને બીજા દાવમાં 175 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઘાતક ફાસ્ટ બોલરો સામે માત્ર નીતિશ રેડ્ડી જ ટકી શક્યા. તે ચોક્કસપણે પોતાની બેટિંગથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. તે બીજી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી પણ હતો.
નીતિશ કુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 41 અને 38 રનની ઇનિંગ રમી અને એક વિકેટ પણ લીધી. બીજી ટેસ્ટ મેચમાં પણ તેણે આ જ ફોર્મ ચાલુ રાખ્યું અને જોરદાર પ્રદર્શન કર્યું. તેણે બંને ઇનિંગ્સમાં 42-42 રન બનાવ્યા હતા. ખાસ વાત એ હતી કે નીતિશે આક્રમક રમતા રમતા રન બનાવ્યા હતા. તેણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સારી બેટિંગ કરી છે. તે પણ જ્યારે અન્ય ભારતીય બેટ્સમેનો મોટો સ્કોર કરી શક્યા ન હતા.
તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી કુલ બે ટેસ્ટ મેચ રમી છે, જે તેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમી છે, જેમાં તેણે 163 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે 7 સિક્સર પણ ફટકારી છે. નીતિશ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો છે. સેહવાગે 2003-04માં ઓસ્ટ્રેલિયામાં સિરીઝ દરમિયાન 6 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ તેણે 8 ઇનિંગ્સમાં કુલ 464 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે તેણે માત્ર બે ટેસ્ટ રમીને સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ દરમિયાન સચિન તેંડુલકર, રોહિત શર્મા જેવા બેટ્સમેન પણ 7 સિક્સર મારી શક્યા ન હતા.
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી દરમિયાન સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેનઃ
નીતિશ રેડ્ડી- 7 છગ્ગા, 2024-25
વીરેન્દ્ર સેહવાગ- 6 છગ્ગા, 2003-04
મુરલી વિજય- 6 છગ્ગા, 2014-15
સચિન તેંડુલકર- 5 છગ્ગા, 2007-08
રોહિત શર્મા- 5 છગ્ગા, 2014-15
મયંક અગ્રવાલ- 5 છગ્ગા, 2018-19
રિષભ પંત- 5 છગ્ગા, 2018-19
21 વર્ષીય નીતીશ કુમાર રેડ્ડીનો ડોમેસ્ટિક ક્રિકેટમાં મજબૂત રેકોર્ડ છે. તેણે 25 ફર્સ્ટ ક્લાસ મેચમાં કુલ 942 રન બનાવ્યા છે. આ સિવાય તેના નામે 22 લિસ્ટ-એ મેચોમાં 403 રન છે. તે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે અને અત્યાર સુધીમાં તેણે 15 આઈપીએલ મેચોમાં 303 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો....
IND vs AUS 2nd Test: બીજી ટેસ્ટમાં ભૂંડી હાર સાથે જ રોહિત શર્માના નામે મોંધાયો શરમજનક રેકોર્ડ