શોધખોળ કરો

T20 World Cup 2026: પત્ની અને ગર્લફ્રેન્ડને નો એન્ટ્રી! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે BCCI નું ફરમાન 

BCCI તેની પોલિસી પર કાયમ રહ્યું છે કે T20 વર્લ્ડ કપ કેમ્પેય દરમિયાન ખેલાડીઓના પરિવારોને તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

T20 World Cup 2026:  BCCI તેની પોલિસી પર કાયમ રહ્યું છે કે T20 વર્લ્ડ કપ કેમ્પેય દરમિયાન ખેલાડીઓના પરિવારોને તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. BCCI ના નિયમો અનુસાર 45 દિવસથી વધુ સમય સુધી ચાલતી શ્રેણી અથવા ટુર્નામેન્ટ માટે પરિવારના સભ્યો ખેલાડીઓ સાથે 14 દિવસ સુધી રહી શકે છે, જ્યારે ટૂંકા પ્રવાસ માટે આ મર્યાદા ઘટાડીને ફક્ત સાત દિવસ કરવામાં આવી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતીય ટીમ મેનેજમેન્ટે ક્રિકેટરોના પરિવારોને તેમની સાથે રહેવા દેવા અંગે સ્પષ્ટતા માંગી હતી. જો કે, બોર્ડે સ્પષ્ટપણે કહ્યું હતું કે "પરિવારો ખેલાડીઓ સાથે રહેશે નહીં." અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પરિવારો ખેલાડીઓ સાથે રહેશે નહીં. જો કે, જો તેઓ ઈચ્છે તો તેઓ અલગ વ્યવસ્થા કરી શકે છે. "

BCCI એ પૂર્વનિર્ધારિત નિયમ લાગુ કર્યો

T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત ઘરેલુ મેદાન પર ત્રણ લીગ તબક્કાની મેચ અને કોલંબોમાં પાકિસ્તાન સામે એક મેચ રમવાનું છે. ખેલાડીઓની પત્નીઓ અને પરિવારોને પ્રવાસ પર ખેલાડીઓ સાથે જવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જે કોવિડ-19 રોગચાળા દરમિયાન રદ કરવામાં આવ્યો હતો તે ગયા જાન્યુઆરીમાં ફરીથી લાગુ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ભારતના નબળા પ્રદર્શન બાદ BCCI એ આ નિર્ણય લીધો હતો. આમાં 2024 માં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3 થી અને ઓસ્ટ્રેલિયામાં 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં 1-3 થી હારનો સમાવેશ થાય છે. BCCI એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિયમ લાગુ કર્યો હતો.

અધિકારીઓનું માનવું હતું કે પરિવારો સાથે રહેવાથી ખાસ કરીને વિદેશમાં અસાઈમેન્ટ દરમિયાન ખેલાડીઓનું ધ્યાન ભટકાઈ શકે છે અને તેમના પ્રદર્શન પર અસર થઈ શકે છે. વધુમાં, BCCI એ એક નિયમ સ્થાપિત કર્યો છે જેમાં બધા ખેલાડીઓને હંમેશા ટીમ સાથે મુસાફરી કરવાની જરૂર પડે છે.

ભારતે તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત યુએસએ સામે જીત સાથે કરી હતી. અને ગુરુવારે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયાનો સામનો કરશે ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ટકરાશે.

બીસીસીઆઈના વલણ પરથી સ્પષ્ટ થાય છે કે બોર્ડ ઇચ્છે છે કે ખેલાડીઓ ફક્ત 2026 ના ટી20 વર્લ્ડ કપ ટાઇટલ પર ધ્યાન કેન્દ્રિત કરે. આ ટુર્નામેન્ટ ભારતમાં રમાઈ રહી હોવાથી બોર્ડે પરવાનગી આપી નથી. ટીમ ઈન્ડિયા ફક્ત પાકિસ્તાન સામે મેચ રમવા માટે શ્રીલંકાના કોલંબો જશે. બાકીની મેચો ભારતમાં રમાશે જેનાથી ખેલાડીઓ તેમના પરિવાર સાથે સંપર્કમાં રહી શકશે. ટીમ ઈન્ડિયા આગામી 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામિબિયા સામે રમશે ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે રમશે અને અંતે અમદાવાદમાં નેધરલેન્ડ્સ સામે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
T20 World Cup Winner 2026: માહિકા શર્માને કિસ, ઈશાન કિશન સાથે ગરબા, હાર્દિક પંડ્યાએ આ રીતે કરી ઉજવણી
T20 World Cup Winner 2026: માહિકા શર્માને કિસ, ઈશાન કિશન સાથે ગરબા, હાર્દિક પંડ્યાએ આ રીતે કરી ઉજવણી
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
Advertisement

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
Embed widget