નવી દિલ્હીઃ  ન્યૂઝિલેન્ડના સ્ટાર બેટ્સમેન ડેવોન કૉનવે ઇગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ અગાઉ કોરોનાથી સંક્રમિત થયો છે.  બંન્ને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ 23 જૂનથી શરૂ થશે. તે સિવાય માઇકલ બ્રેસવેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. આ બંન્ને ખેલાડીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ અગાઉ ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન પણ કોરોનાથી સંક્રમિત થવાના કારણે બીજી ટેસ્ટમાં રમી શક્યો નહોતો.






ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૈરી સ્ટીડે NZ હેરાલ્ડ સાથે વાત કરતા કોરોના સંક્રમિત ઓલરાઉન્ડર બ્રેસવેલ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે માઈકલ દરેકના સંપર્કમાં છે. તે તેના માટે દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ લક્ષણો હળવા છે. તેની તબિયત સારી છે. અમે લીડ્ઝમાં ફરીથી ટ્રેનિંગ શરૂ કરીશું ત્યાં સુધીમાં તે ક્વોરેન્ટાઇનમાંથી બહાર થઇ જશે


બીજી ટેસ્ટ મેચ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ કોરોનાથી પ્રભાવિત થઇ છે. કેપ્ટન કેન વિલિયમ્સન, ડેવોન કોનવે અને માઈકલ બ્રેસવેલ કોરોના પોઝિટીવ આવ્યા છે.  હવે બંને ખેલાડીઓને કોરોના પ્રોટોકોલ હેઠળ 5 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. બીજી તરફ કિવી ટીમ માટે રાહતની વાત છે કે કેપ્ટન કેન વિલિયમસન સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે અને તે ટીમ સાથે જોડાઈ ગયો છે.


ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 0-2થી પાછળ છે


ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 3 ટેસ્ટ મેચની સીરિઝમાં ન્યૂઝિલેન્ડમાં 0-2થી પાછળ છે. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. નોટિંગહામમાં રમાયેલી બીજી મેચમાં ઇંગ્લિશ ટીમે મેચના પાંચમા દિવસે લક્ષ્યનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડે સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.