Virat Kohli 50 Century: વન-ડે વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે શાનદાર બેટિંગ કરી હતી. મુંબઈના વાનખેડે મેદાન પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પછી ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિતના આઉટ થયા બાદ વિરાટ કોહલી મેદાન પર આવ્યો અને સેમિ ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ તેની ODI કરિયરની 50મી અને આંતરરાષ્ટ્રીય કરિયરની 80મી સદી ફટકારી હતી.  આ સદી સાથે તે મહાન સચિન તેંડુલકરને પાછળ છોડીને વન-ડે ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.   






વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ 50મી સદી છે. આ રીતે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ સ્ટેન્ડ પર બેઠેલી અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ આપી હતી. અનુષ્કા શર્માએ પણ વિરાટ કોહલીને ફ્લાઈંગ કિસ કરી હતી.






આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે






ખાસ વાત એ હતી કે વિરાટે માસ્ટર બ્લાસ્ટરના હોમ ગ્રાઉન્ડ પર પોતાની 50મી ODI સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે શ્રેષ્ઠ શૈલીમાં દર્શકોની શુભેચ્છાઓ પણ સ્વીકારી હતી. આ સિવાય કોહલીએ સચિન તેંડુલકર સામે માથુ ઝૂકાવ્યું હતું.  વિરાટ કોહલીએ પોતાની 50મી સદી ફટકાર્યા બાદ ક્રિકેટ જગતમાંથી ચારેબાજુથી અભિનંદન મળી રહ્યા છે.