નવી દિલ્હીઃ ઓપનર બેટ્સમેન ક્રેગ બ્રેથવેટને ઓલરાઉન્ડર જેસન હૉલ્ડરના સ્થાને વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 28 વર્ષીય ક્રેગ બ્રેથવેટે તાજેતરમાંજ જેસન હૉલ્ડરની અનુપસ્થિતિમાં બાંગ્લાદેશની સાથે રમાયેલી સીરીઝમાં વેસ્ટ ઇન્ડિઝની કેપ્ટનશીપ કરી હતી, આ બે મેચોની સીરીઝમાં વેસ્ટ ઇન્ડિઝને 2-0થી જીત મળી હતી. સીરીઝમાં ધમાકેદાર કેપ્ટનશીપ અને જીતને ધ્યાનમાં રાખીને વિન્ડીઝ બોર્ડે જેસન હૉલ્ડરને બાજુમાં રાખીને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપી દીધી છે. 


ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે પોતાના નિવેદનમાં કહ્યું કે, -ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે જાહેરાત કરી છે કે ક્રેગ બ્રેથવેટ, જેસન હૉલ્ડરની જગ્યાએ વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ કેપ્ટન બનશે. ક્રેગ બ્રેથવેટ, જેને પહેલા હૉલ્ડરની અનુપસ્થિતિમાં સાત મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરી છે, જેમાં તાજેતરમાં જ બાંગ્લાદેશની સાથે રમાયેલી બે મેચોની સીરીઝ પણ સામેલ છે. જેમાં ટીમે 2-0થી જીત મળી છે. તે વેસ્ટ ઇન્ડિઝનો 37મો ટેસ્ટ કેપ્ટન બન્યો હતો. 


વળી, વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવાયા બાદ બ્રેથવેટે કહ્યું- વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ આપવી ખુબ મોટુ સન્માન છે. હું ગર્વ અને આનંદ અનુભવી રહ્યો છું કે બોર્ડ અને પસંદગીકારોએ મને ટીમના નેતૃત્વ કરવાનો અવસર અને જવાબદારી આપી છે. તાજેતરમાં જ બાંગ્લાદેશમાં ટેસ્ટ સીરીઝમાં જીત મળી હતી, જે એક શાનદાર ઉપલબ્ધિ હતી અને હું શ્રીલંકા વિરુદ્ધ આગામી ઘરેલુ સીરીઝનો ઇન્તજાર કરી રહ્યો છું, અને ઉત્સાહિત છું. 



28 વર્ષીય ક્રેગ બ્રેથવેટે વેસ્ટ ઇન્ડિઝ તરફથી 66 ટેસ્ટ મેચ રમી છે, જેમાં બ્રેથવેટે 32ની એવરેજથી 3876 રન બનાવ્યા છે.