PCB makes entry free for spectators for 2nd Test against New Zealand: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યુઝીલેન્ડ સામે 2 જાન્યુઆરીથી શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલા મોટો નિર્ણય લીધો છે. ખાલી સ્ટેડિયમથી પરેશાન PCBએ બીજા ટેસ્ટ માટે સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી ફ્રી કરી દીધી છે.


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 2 થી 6 જાન્યુઆરી દરમિયાન નેશનલ બેંક ક્રિકેટ એરેના કરાચી ખાતે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટે દર્શકોની એન્ટ્રી ફ્રી કરી દીધી છે. ટેસ્ટ મેચ જોવા ઇચ્છુક દર્શકોએ પ્રવેશ માટે તેમનું અસલ CNIC અથવા ફોર્મ Bલાવવાનું રહેશે. તેઓ કોઈપણ સ્ટેન્ડમાં બેસી વિનામૂલ્યે તદ્દન મફતમાં મેચ જોઈ શકશે.


પીસીબીએ એમ પણ કહ્યું હતું કે, દર્શકો માટે ગરીબ નવાઝ પાર્કિંગ એરિયાથી સ્ટેડિયમ સુધી શટલ ચલાવવામાં આવશે. બંને ટીમો વચ્ચેની પ્રથમ ટેસ્ટ જીત-જીતના નિર્ણય વિના ડ્રો રહી હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 26 થી 30 ડિસેમ્બર સુધી પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જોકે, આ મેચમાં પણ સ્ટેડિયમ લગભગ ખાલી જ રહ્યું હતું.


પાકિસ્તાની ટીમનો ઘરઆંગણે જ થઈ રહ્યો છે સતત કારમો પરાજય


આ અગાઉ પાકિસ્તાને ઈંગ્લેન્ડને તેના ઘરે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વિપ કર્યું હતું. આ દરમિયાન પીસીબીને નબળી પિચોને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન પિચો સપાટ હતી.


આ વર્ષે એટલે કે 2022માં પાકિસ્તાનની ટીમ પોતાના ઘરઆંગણે એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. તેને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઘરની ધરતી પર કોઈપણ ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે.


વર્લ્ડ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર બની આ ઘટના, પાકિસ્તાનના આ બેટ્સમેને મેળવી અનોખી સિદ્ધી


 કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં મેચના બીજા દિવસ સુધી બે સદી ફટકારવામાં આવી છે અને બંને પાકિસ્તાનના બેટ્સમેનો તરફથી આવી છે. બીજી સદી આગા સલમાનના બેટમાંથી આવી. સલમાને સદી ફટકારતાની સાથે જ વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જાયો હતો.


ક્રિકેટ ઈતિહાસમાં  પહેલીવાર બની આ ઘટના


સલમાનના બેટમાંથી નીકળેલી સદી 2022ની અત્યાર સુધીની 200મી સદી છે. ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 સદી ફટકારવામાં આવી હોય. સલમાનની કારકિર્દીની આ પ્રથમ ટેસ્ટ સદી છે. તેણે 11 ઇનિંગ્સ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે. સલમાને 155 બોલમાં 127 ચોગ્ગાની મદદથી 66.45ના સ્ટ્રાઈક રેટ સાથે 103 રનની પ્રથમ સદીની ઇનિંગ રમી હતી.