Babar Azam's Record: ઇંગ્લેન્ડ વિરુદ્ધ કરાંચીમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં સોમવારે ફિફ્ટી ફટકારતાની સાથે જ બાબર આઝમે (Babar Azam) પોતાના નામે એક વધુ ઉપલબ્ધિ નોંધાવી દીધી, આ અર્ધશતકીય ઇનિંગના કારણે તેને આ વર્ષે ટેસ્ટમાં 1000 રન પુરા કરી લીધા. આમ કરનારો તે છઠ્ઠો પાકિસ્તાન બેટ્સમેન બની ગયો છે.
અહીં ખાસ વાત એ પણ છે કે, છેલ્લા 6 વર્ષમાં તે પહેલો પાકિસ્તાની બેટ્સમેન છે, જેને આ મુકામ હાંસલ કર્યો છે, તેના પહેલા 2016 માં અઝહર અલીએ એક વર્ષમાં 1198 ટેસ્ટ રન બનાવ્યા હતા, આ ઉપરાંત મોહમ્મદ યુસૂફે 2006 માં 1788 રન, ઇન્ઝમામ ઉલ હકે વર્ષ 2000માં 1090 રન, મોહસિન ખાને 1982 માં 1029 રન બનાવ્યા હતા,સ વળી, યૂનિસ ખાન બે વાર આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યો છે. યૂનિસે 2006માં 1179 રન અને 2014 માં 1064 રન બનાવ્યા હતા.
આ વર્ષે ત્રણ અન્યે બેટ્સમેનો પણ આ રેકોર્ડનોં પહોંચી ચૂક્યા છે -
આ કેલેન્ડર ઇયરમાં ઇંગ્લેન્ડના જૉ રૂટ 1098 રનની સાથે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારો બેટ્સમેન છે, તેની સાથે જ ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાઝા (1079 રન) અને જૉન બેયરર્સ્ટો (1061 રન) પણ એક હજાર ટેસ્ટ રનનાં આંકડાને પાર કરી ચૂક્યા છે.
આ વર્ષે ટૉપ પર પહોંચી શકે છે બાબર આઝમ -
બાબર આઝમ આ વર્ષે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારો બેટ્સમેને બની શકે છે. ખરેખરમાં, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ બાદ તેની પાસે આ વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ એક ટેસ્ટ મેચ રમવાનો મોકો હશે, આવામાં તે જૉ રૂટ (1098)ને પીછળ પાડી શકે છે, હાલમાં તે (1009) રૂટથી 90 રન પાછળ ચાલી રહ્યો છે.
વિરાટ કોહલીના દિવાના થયા પાકિસ્તાની ફેન્સ, સ્ટેડિયમમાં લઇને આવ્યા આવા બેનરો...
Pakistan Cricket Fans On Virat Kohli: ઇંગ્લેન્ડ વિરુદ્ધ મુલ્તાન ટેસ્ટમાં પાકિસ્તાનને 26 રનોથી હારનો સામનો કરવો પડ્યો, આ સીરીઝમાં પાકિસ્તાનની સતત આ બીજી હાર છે. આ પહેલા રાવલપિંડી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે યજમાનને 74 રનથી હાર આપી હતી, આ હાર એવા સમયે આવી છે, જ્યારે એશિયા કપ 2023 પર પાકિસ્તાનના વલણને લઇને ભ્રમ છે. ઓક્ટોબરમાં બીસીસીઆઇ સચિવ જય શાહે સંકેત આપ્યા હતા કે પાકિસ્તાનમાં રમાનારી એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવી શકે છે. તેમના આ નિવેદન પર પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ કહ્યું હતુ કે, આ આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 માટે પાકિસ્તાન અને ભારત પ્રવાસને પ્રભાવિત કરી શકે છે, વળી, હવે પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સને વિરાટ કોહલીને એક પ્રેમાળ સંદેશો મોકલ્યો છે.
પાકિસ્તાની ફેન્સે વિરાટને મોકલ્યો સંદેશ -
મુલ્તાનમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સે વિરાટ કોહલીને એક અનોખો પેગામ આપ્યો, મેદાન પર બે ક્રિકેટ ફેન્સ જેમાના હાથમાં તખ્તીયોં હતી, તેના પર લખ્યુ હતુ- હાય ! કિંગ કોહલી પાકિસ્તાન આઓ અને એશિયા કપમાં રમો. અમે તમને બાબર આઝમથી પણ વધારે પ્રેમ કરીશું.
પાકિસ્તાની ફેન્સનો આ સંદેશો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પાકિસ્તાનીઓને ભારતીય ક્રિકેટરો પરનો પ્રેમ દર્શાવવી રહ્યો છે.