આંતરરાષ્ટ્રીય પત્રકારોના સંયુક્ત ઈન્વેસ્ટિગેશન રીપોર્ટિંગમાં દુનિયાભરના મોટા માથાઓની કરચોરીનો ઘટસ્ફોટ થયો હતો. 300 કરતાં વધુ ભારતીયોના નામ પેન્ડોરા પેપર્સમાં ખુલ્યા છે. એમાં સચિન તેંડુલકર, અનિલ અંબાણી, નિરવ મોદીની બહેન અને કિરણ મજૂમદારના પતિ વગેરેનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ ફરી એક વખત ટેક્સ ચોરીની તપાસ કરી છે અને એક મોટું રહસ્ય ઉજાગર કર્યું છે. 2016 માં લીક થયેલા પનામા પેપર્સ કેસમાં કરચોરીમાં મોટા ઉદ્યોગપતિઓના નામ હતા. હવે ફરી ICIJ એ દાવો કર્યો છે કે ભારતીય સેલિબ્રિટીઓ પણ કરચોરીમાં સામેલ છે. આમાં ભારતીય ક્રિકેટરનું નામ પણ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત પોપ સિંગર શકીરાનું નામ પણ છે.


ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે પનામા પેપર્સ લીક ​​થયા બાદ ઘણી ભારતીય હસ્તીઓ સાવચેત થઈ ગઈ છે, જેથી તેમની કરચોરીનો પર્દાફાશ ન થઈ શકે. ICIJ એ 1.19 કરોડ દસ્તાવેજો સ્કેન કર્યા હતા, જેમાં UKના BBC અને ધ ગાર્ડિયન ન્યૂઝપેપર, ભારતના ધ ઈન્ડિયન એક્સપ્રેસ સહિત 150 મીડિયા આઉટલેટના પત્રકારો સામેલ થયા હતા. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પણ આ યાદીમાં સામેલ છે.


સચિને પનામા પેપર્સ લીક કેસના ત્રણ મહિના બાદ બ્રિટિશ આઇલેન્ડ મિલકત વેચી


આ તપાસમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનું નામ પણ સામે આવ્યું છે. ICIJ અનુસાર, સચિને પનામા પેપર્સ લીક ​​કેસના ત્રણ મહિના બાદ પોતાની બ્રિટિશ આઇલેન્ડની મિલકત વેચવાનું શરૂ કર્યું હતું. રિપોર્ટમાં 60 થી વધુ ભારતીયોના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


ચાલુ વર્ષે ભારત સરકારે પનામા પેપર્સને લઈ કર્યો હતો આ ખુલાસો


2016 માં હાથ ધરાયેલી તપાસમાં બહાર આવ્યું કે ભારતના ઘણા સરકારી અધિકારીઓ, રમત અને સિનેમાના ઘણા મોટા સ્ટાર્સ પણ આમાં સામેલ હતા. આ વર્ષે જુલાઈમાં, ભારત સરકારે એક ખુલાસો કર્યો હતો જેમાં પનામા પેપર્સથી સંબંધિત 20,078 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિઓ મળી આવી હતી.


2016માં આ લોકોના નામ આવ્યા હતા સામે


ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ 2016 માં એક તપાસ હાથ ધરી હતી, જેમાં તેને દુનિયાભરના ઘણા પ્રખ્યાત લોકોની કરચોરી વિશે જાણવા મળ્યું હતું. આ તપાસમાં જોર્ડનના રાજા, યુક્રેન, કેન્યા અને ઈક્વાડોરના રાષ્ટ્રપતિઓ, ચેક રિપબ્લિકના વડા પ્રધાન અને પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોન બ્લેર સામેલ હતા. એટલું જ નહીં, ભારત, અમેરિકા અને રશિયા જેવા દેશોના 130 અબજોપતિઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.






પેન્ડોરા પેપર્સ શું છે?


આ ગ્લોબલ કોર્પોરેટ સર્વિસ પુરી પાડતી 14 કંપનીઓની લીક થયેલી 11.9 મિલિયન ફાઇલ્સ છે. આ કંપનીઓ દ્વારા 29,000 ઓફ્ફ ધ શેલ્ફ કંપનીઓ અને પ્રાઇવેટ ટ્રસ્ટો સૃથાપવામાં આવ્યા છે જે જાણીતા કરચોરોના સ્વર્ગ દેશો ઉપરાંત સિંગાપોર, ન્યુ ઝિલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટસમાં પણ આવી સેવાઓ પુરી પાડે છે. આ દસ્તાવેજો પ્રાઇવેટ ઓફફશોર ટ્રસ્ટમાં ખડકવામાં આવેલી રોકડ, શેરહોલ્ડિંગ અને રિઅલ એસ્ટેટ પ્રોપર્ટીઓના માલિકોના નામ દર્શાવે છે. પેન્ડોરા પેપર્સમાં 380 ધનવાન ભારતીયો સંડોવાયેલા છે જેમાંથી ઇન્ડિયન એક્સપ્રેસે 60 હસ્તીઓના નામોની દસ્તાવેજો સાથે ખરાઇ કરવામાં આવી છે. આ તપાસ હાલ ચાલી રહી છે.


ક્યા ભારતીય ધનકુબેરોના નામ ખુલ્યા?


અનિલ અંબાણી, સચિન તેંડુલકર, અંજલિ (સચિનની પત્ની), આનંદ મહેતા (અંજલિના પિતા), નીરા રાડિયા, નીરવ મોદી, પૂર્વી મોદી (નીરવની બહેન), વિનોદ અદાણી, સતિષ શર્મા, ઈકલાબ મિર્ચી અને પરિવાર, જેકી શ્રોફ, જ્હોન માર્શલ શૉ (કિરણ મજૂમદારના પતિ), અજય અજિત કેરકર


ટોચના વિદેશી નામ


પોપસ્ટાર શકિરા, ટોની બ્લેયર, અબ્દુલ્લા (જોર્ડનના રાજા), એન્ડ્રૂઝ (ચેક રિપબ્લિકના પીએમ), વોલોડીમીર ઝેલેન્સ્કી (યુક્રેન પ્રમુખ), પુતિનની ગર્લફ્રેન્ડ તેમજ તેનો નજીકનો સાથીદાર, પીટર કોલબીન મુનીસ ઈલાહી (ઈમરાનનો નજીકનો નેતા અને પાક. મિનિસ્ટર), ઉદુરૂ કેન્યાર (કેન્યાના પ્રમુખ)