શોધખોળ કરો

IND vs ENG: ઇંગ્લેન્ડ સામે કોહલીની જગ્યા લેશે આ ખતરનાક બેટ્સમેન, નંબર-4 પર કરશે બેટિંગ, ઋષભ પંતે કર્યો ખુલાસો

Rishabh Pant Press Conference: યશસ્વી જાયસ્વાલ અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરે તેવી પૂરી સંભાવના છે. સાઈ સુદર્શનને પ્રથમ ટેસ્ટમાં અભિમન્યુ ઈશ્વરનની જગ્યાએ રમાડવામાં આવી શકે છે

Rishabh Pant Press Conference: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ શુક્રવાર, 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ટીમ ઇન્ડિયા શુભમન ગીલની કેપ્ટનશીપ હેઠળ WTC (WTC 2025-27) ના આગામી ચક્રની શરૂઆત કરી રહી છે. આ પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં ઉપ-કેપ્ટન ઋષભ પંતે જણાવ્યું હતું કે વિરાટ કોહલીની જગ્યાએ ચોથા નંબર પર કોણ બેટિંગ કરશે, તેણે જણાવ્યું હતું કે તેનો બેટિંગ ક્રમ શું હશે.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 210 ઇનિંગ્સ રમી હતી, જેમાંથી 160 ઇનિંગ્સમાં તેણે ચોથા નંબરે બેટિંગ કરી હતી. એક દાયકાથી વધુ સમય સુધી આ તેમનું સ્થાન રહ્યું હતું, પરંતુ નિવૃત્તિ પછી મોટો પ્રશ્ન એ હતો કે આ ક્રમમાં કોણ રમશે. ઋષભ પંતે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો.

શુભમન ગીલ વિરાટનું સ્થાન લેશે 
પંતે જણાવ્યું હતું કે કેપ્ટન શુભમન ગીલ ચોથા નંબર પર બેટિંગ કરશે. તમને જણાવી દઈએ કે શુભમન ગીલે અત્યાર સુધીમાં કુલ 59 ટેસ્ટ ઇનિંગ્સ રમી છે. તેણે 29 વખત ઓપનિંગ કરી છે અને 30 વખત ત્રીજા નંબર પર બેટિંગ કરી છે. ઓપનિંગ કરતી વખતે તેણે 874 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 4 અડધી સદીનો સમાવેશ થાય છે. ત્રીજા નંબર પર રમતી વખતે તેણે 3 સદી અને એટલી જ અડધી સદીની મદદથી 1019 રન બનાવ્યા. હવે તે પહેલીવાર ચોથા નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છે.

પાંચમા નંબર પર કોણ બેટિંગ કરશે 
ઋષભ પંતે પોતાનો બેટિંગ ક્રમ જાહેર કર્યો અને કહ્યું કે તે પાંચમા નંબર પર રમશે. પંત વિશે વાત કરીએ તો, તે ટેસ્ટમાં 26 વખત પાંચમા નંબર પર રમ્યો છે, જેમાં તેણે 1301 રન બનાવ્યા છે. આ સ્થાન પર રમતી વખતે, તેણે 9 અડધી સદી અને 2 સદી ફટકારી છે.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની સંભવિત પ્લેઇંગ-11
યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગીલ, ઋષભ પંત, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

યશસ્વી જાયસ્વાલ અને કેએલ રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરે તેવી પૂરી સંભાવના છે. સાઈ સુદર્શનને પ્રથમ ટેસ્ટમાં અભિમન્યુ ઈશ્વરનની જગ્યાએ રમાડવામાં આવી શકે છે, જો તે રમે છે તો તે ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. કરુણ નાયર છઠ્ઠા નંબર પર આવી શકે છે. નીતીશ કુમાર રેડ્ડીની જગ્યાએ શાર્દુલ ઠાકુરને રમાડવામાં આવી શકે છે.

IND vs ENG 1લી ટેસ્ટનું લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ 
ભારત vs ઈંગ્લેન્ડ 1લી ટેસ્ટનું ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar પર થશે. 20 જૂનથી શરૂ થનારી પહેલી ટેસ્ટ માટે ટોસ ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે થશે. મેચ દરરોજ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget