PBKS vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL)ની આઠમી મેચ આજે  પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ (PBKS v CSK) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ડેડિયમમાં રમાવાની છે. પંજાબે  જીત સાથે ટૂર્નામેન્ટની શરુઆત કરી હતી, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 



ચેન્નઈ આ મેચમાં જીત સાથે વાપસી કરવા માંગશે. જ્યારે પંજાબ કિંગ્સ (Punjab Kings)ની નજર પોતાની જીતનો લય જાળવી રાખવા પર રહેશે. ચેન્નઈની સૌથી મોટી મુશ્કેલી ટીમમાં અનેક એવા ખેલાડીઓ છે જેમણે હાલમાં વધું ક્રિકેટ રમી નથી. ચેન્નઈના ઓપનર બેટ્સમેનોએ ટીમને સારી શરુઆત અપાવવી પડશે. ગત મેચમાં સેમ કર્રને અંતમાં 15 બોલમાં 34 રન બનાવ્યા હતા અને ટીમને જીતવા લાયક સ્થિતિ સુધી પહોંચાડી હતી. 


પંજાબ કિંગ્સ ટીમ માટે દીપક હૂડાએ છેલ્લી મેચમાં 28 બોલમાં 64 રન બનાવ્યા હતા. ચેન્નઈ વિરુદ્ધ હૂડા સિવાય કેએલ રાહુલ, ક્રિસ ગેલ, નિકોલસ પુરણ અને શાહરૂખ જેવા બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવું પડશે.  ચેન્નઈ માટે એ મહત્વનું છે કે તેના ટોચના ક્રમમાં બેટ્સમેનોએ રન બનાવવું પડશે. આ સિવાય ધોની બ્રિગેડે બોલિંગ પર પણ ધ્યાન આપવું પડશે.


પિચ રિપોર્ટ


મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે ફાયદાકારક રહે છે. એવામાં એકવાર ફરી અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. જો કે, રાજસ્થાન અને દિલ્હી વિરુદ્ધ મેચમાં અહીં શરુઆતમાં બોલ અટકીને અવાતી હતી, જેનાથી બોલરોને મદદ મળી રહી હતી. પરંતુ બોલ જૂનો જૂનો થયા પછી આ પિચ પર રન બનાવવાનું સરળ બની જાય છે. આ મેચમાં ઝાકળ પણ મોટી ભૂમિકા ભજવશે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું નક્કી કરી શકે છે.



પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવનન -


કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, દિપક હૂડા, નિકોલસ પૂરણ, શાહરૂખ ખાન, ઝાય રિચર્ડસન, મુરુગન અશ્વિન, રિલે મેરિડિથ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.


ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન -


ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડૂ પ્લેસિસ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), સેમ કર્રન, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને દીપક ચહર