IPL ફાઇનલ મેચ પહેલા રિકી પોન્ટિંગે મુંબઇ ઇન્ડિયન્સને શું આપી ચેતાવણી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Nov 2020 10:40 AM (IST)
દિલ્હીની ટીમને આ સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે ત્રણ વાર હરાવી છે. દિલ્હીના કૉચ રિકી પોન્ટિંગ માને છે કે ત્રણ મેચમાં હારી ગયા છતાં દિલ્હી પહેલીવાર ચેમ્પિયન બની શકે છે
ફાઇલ તસવીર
મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની આજે મંગળવારે ફાઇનલ મેચ રમાશે, દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ બન્ને ટીમો વર્ષ 2020ની આઇપીએલ ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે મુંબઇ ચાર વખત ચેમ્પિયન બની ચૂક્યુ છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ પ્રથમ વાર ફાઇનલ સુધી પહોંચી શકી છે. આ બધાની વચ્ચે દિલ્હીના હેડ કૉચ રિકી પોન્ટિંગે મુંબઇ ઇન્ડિયન્સને એક ચેતાવણી આપી છે, તેમને કહ્યું તેમની ટીમનુ આ સિઝનનુ બેસ્ટ પરફોર્મન્સ આવવાનુ હજુ બાકી છે. દિલ્હીની ટીમને આ સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે ત્રણ વાર હરાવી છે. દિલ્હીના કૉચ રિકી પોન્ટિંગ માને છે કે ત્રણ મેચમાં હારી ગયા છતાં દિલ્હી પહેલીવાર ચેમ્પિયન બની શકે છે. પોન્ટિંગે કહ્યું- મને બહુ વધુ આશા છે કે અમારી ટીમ બહુ સારી છે, અમારી શરૂઆત પણ સારી રહી છે. સિઝનની વચ્ચે કેટલીક વસ્તુઓમાં ગરબડ થઇ, પરંતુ છેલ્લી ત્રણ મેચોમાંથી બે મેચોમાં અમે સારી રમત બતાવી છે, અને મને આશા છે કે ફાઇનલમાં અમે મુંબઇને હરાવી શકીશું.