Prithvi Shaw Return in Team India: ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે શુક્રવારે મોડી રાત્રે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ આગામી ટી20 અને વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝમાં સ્ટાર યુવા બેટ્સમેન પૃથ્વી શૉની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઇ છે. પૃથ્વી શૉે ટીમ ઇન્ડિયાની ટિકીટ તેના રણજી ટ્રૉફીમાં રેકોર્ડતોડ ઇનિંગ 379 રન બાદ મળી છે. 


26 મહિના બાદ ટીમમાં પૃથ્વી શૉની વાપસી - 
પૃથ્વી શૉની વાપસી ટીમ ઇન્ડિયામાં 26 મહિનાના લાંબા સમય બાદ થઇ છે, પૃથ્વી શૉએ આ દરમિયાન ઘરેલુ ક્રિકેટમાં સતત સારુ પ્રદર્શન કર્યુ છે, અને આના આધારે તેમને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી શકી છે. જોકે, રણજી ટ્રૉફીમાં તેને આસામ 379 રનોની રેકોર્ડતોડ ઇનિંગ રમી હતી, અને સિલેક્ટર્સને ટીમ ઇન્ડિયામાં જગ્યા આપવા પર મજબૂર કરી દીધા હતા. રણજી ટ્રૉફી પહેલા પૃથ્વી શૉએ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં સૌથી વધુ રન ફટકાર્યા હતા. 


પૃથ્વી શૉ ઉપરાંત 29 વર્ષના વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝમા ટીમ ઇન્ડિયાના રિઝર્વ વિકેટકીપર હશે. આ પહેલા તેને શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરીઝમાં પણ સંજૂ સેમસનની ઇજા બાદ મોકો મળ્યો હતો. જોકે, જિતેશ શર્મા હજુ સુધી ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ નથી કરી શક્યો. આવામાં કયાસ લગાવવામાં આવી શકે છે કે, જિતેશ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી શકે છે.


ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા - હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમાર.






--


 


326 બોલમાં ત્રિપલ સેન્ચુરી ફટકારી, માત્ર 4 છગ્ગા માર્યા
મુંબઈ અને આસામ વચ્ચે ગુવાહાટીમાં રણજી ટ્રોફીના રાઉન્ડ-5ની મેચ રમાઈ રહી છે. પૃથ્વી શૉએ શાનદાર બેટિંગ કરતાં 379 રનની તોફાની ઇનિંગ રમી, જોકે, તે એક પગલુ દુર રહ્યો અને તે બીબી નિંબાલકરના રેકોર્ડને તોડવાનું. ખરેખરમાં, આ પહેલા 1948-49 સિઝનમાં બીબી નિંબાલકરે મહારાષ્ટ્ર તરફથી રમતા નૉટઆઉટ 443 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ વખતે પૃથ્વી શૉએ શાનદાર ત્રિપલ સદી ફટકારી પરંતુ તે બીબી નિંબાલકરેનો આ ધાંસૂ રેકોર્ડ ના તોડી શક્યો.


હાલમાં વાત કરીએ તો ઘરેલુ ક્રિકેટમાં બીબી નિંબાલકરે વર્ષ 1948-49માં મહારાષ્ટ્ર વતી રમતા 443 અણનમ રન ફટકાર્યા હતા, આ લિસ્ટમાં બીજા નંબર પર પૃથ્વી શૉ છે, તેને વર્ષ 2022-23માં મુંબઇ વતી રમતા 379 રનનો સ્કૉર કર્યો છે, આ લિસ્ટમાં ત્રીજા નંબર પર સંજય માંજરેકર છે, જેમને વર્ષ 1990-91માં મુંબઇ તરફથી રમતા 377 રનનો સ્કૉર કર્યો હતો, જોકે, પૃથ્વી શૉ સંજય માંજરેકરના રેકોર્ડને તોડવામાં સફળ રહ્યો હતો. પૃથ્વી શૉનો સ્કોર રણજી ટ્રોફીમાં ઓપનર તરીકે સૌથી મોટો સ્કોર છે. તેણે ત્રિપુરા તરફથી રમતા સમિત ગોહેલનો રેકોર્ડ તોડ્યો હતો. સમિત ગોહેલે 2016માં ગુજરાત તરફથી રમતા ક્વાર્ટર ફાઈનલમાં ઓડિશા સામે નોટઆઉટ 359 રનની ઇનિંગ રમી હતી.