India ODI squad 2026: વર્ષ 2026 ની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે ધમાકેદાર રહેવાની છે. ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે આવી રહી છે, જ્યાં બંને ટીમો વચ્ચે રોમાંચક જંગ જામશે. 11 January થી શરૂ થનારી વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાના સંભવિત ખેલાડીઓને લઈ ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને કેપ્ટન શુભમન ગિલની વાપસી અને રોહિત-વિરાટની જોડી પર સૌની નજર રહેશે. જોકે, કેટલાક સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી પણ શક્યતા છે.
કેપ્ટન ગિલની વાપસી અને ઓપનિંગનું કોયડું
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ગરદનની ઈજાના (Neck Injury) કારણે વનડે કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) બહાર થયો હતો. જોકે, હવે તે સંપૂર્ણ ફિટ થઈને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં (ODI Series) કમાન સંભાળવા તૈયાર છે. ગિલની વાપસીનો સીધો અર્થ એ છે કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યશસ્વી જયસ્વાલને કદાચ પ્લેઈંગ ઈલેવન (Playing 11) માં સ્થાન ન મળે. દક્ષિણ આફ્રિકા સામે અણનમ 116 રન બનાવનાર જયસ્વાલે બહાર બેસવું પડે તો નવાઈ નહીં.
રોહિત-વિરાટનું ફોર્મ અને વિકેટકીપરની રેસ
ચાહકો માટે સારા સમાચાર એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી (Virat Kohli) આ સીરીઝમાં મેદાન ગજવતા જોવા મળશે. બંને દિગ્ગજો હાલમાં વિજય હજારે ટ્રોફીમાં (Vijay Hazare Trophy) પોતાની ટીમો માટે સદી ફટકારીને જબરદસ્ત ફોર્મમાં છે. વિકેટકીપર તરીકે કેએલ રાહુલ (KL Rahul) પ્રથમ પસંદગી રહેશે. જ્યારે બેકઅપ વિકેટકીપર તરીકે રિષભ પંતને બદલે ઈશાન કિશન (Ishan Kishan) ને તક મળી શકે છે. કિશનને તાજેતરમાં જ T20 વર્લ્ડ કપની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું.
બુમરાહ-હાર્દિકને આરામ અને ઐયર પર સસ્પેન્સ
આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો મુખ્ય ખેલાડીઓને સાચવીને રમાડવા માંગે છે. રિપોર્ટ્સ મુજબ, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આ વનડે સીરીઝમાં પણ આરામ (Rest) આપવામાં આવી શકે છે. બીજી તરફ, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરની (Shreyas Iyer) વાપસી તેની ફિટનેસ પર નિર્ભર રહેશે, કારણ કે ઓસ્ટ્રેલિયા સામે તે ઈજાગ્રસ્ત થયો હતો. બોલિંગ આક્રમણમાં પ્રસિદ્ધ કૃષ્ણા ભલે આફ્રિકામાં ખર્ચાળ સાબિત થયો હોય, પરંતુ તે ટીમમાં સ્થાન જાળવી શકે છે કે કેમ તે જોવું રહ્યું, અથવા મોહમ્મદ સિરાજની એન્ટ્રી થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડ સામે ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.