બીજી વનડે જીતવા કોહલીએ બનાવ્યો ખાસ પ્લાન, આ 11 ખેલાડીઓને લઇને ઉતરશે મેદાનમાં, જુઓ લિસ્ટ......
abpasmita.in | 18 Dec 2019 08:00 AM (IST)
આજની મેચમાં કેપ્ટન કોહલી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને બહાર બેસાડીને તેની જગ્યાએ યુજવેન્દ્ર ચહલને ટીમમાં સામેલ કરી શકે છે
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં સીરીઝની બીજી વનડે મેચ રમાશે. 18 ડિસેમ્બરે રમાનારી આ મેચ ટીમ ઇન્ડિયા માટે જીતવી ખુબ જરૂરી છે. કેરેબિયન ટીમ પ્રથમ વનડે જીતીને ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે, જો ભારતીય ટીમ આજની મેચ હારશે તે સીરીઝ ગુમાવી દેશે. આજની મેચ અને સીરીઝ જીતવા માટે કેપ્ટન કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કર્યો છે. બીજી વનડેમાં કેપ્ટન વિરાટ કોહલીએ જીતવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે. પ્રથમ વનડેમાં 6 બૉલર સાથે મેદાનમાં ઉતરેલી ટીમ કંઇ ખાસ કમાલ ન હતી કરી શકી. આજની મેચમાં કેપ્ટન કોહલી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને બહાર બેસાડીને તેની જગ્યાએ યુજવેન્દ્ર ચહલને ટીમમાં સામેલ કરી શકે છે. બીજી વનડે માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન..... રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઋષભ પંત, કેદાર જાધવ, શિવમ દુબે, દીપક ચાહર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.