Indian Cricket Team Coach: આ વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડ કોચ તરીકે પોતાનો કાર્યકાળ પૂરો કરશે. ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને કોચ બનાવવામાં આવ્યો હતો. ભારતીય ટીમના કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ 2 વર્ષનો છે, જે વર્લ્ડ કપ પછી સમાપ્ત થશે. સાથે જ એવું માનવામાં આવે છે કે કોચ તરીકે રાહુલ દ્રવિડ માટે વર્લ્ડ કપની ફાઈનલ છેલ્લી મેચ સાબિત થઈ શકે છે. એટલે કે વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના કોચ નહીં હોય.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી BCCIએ રાહુલ દ્રવિડ સાથે કોઈ નવા કરાર વિશે વાત કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ દ્રવિડ અને બાકીના સપોર્ટ સ્ટાફને લઈને BCCIની અંદર અલગ-અલગ અભિપ્રાય છે. વાસ્તવમાં શરૂઆતમાં BCCIના વરિષ્ઠ અધિકારીઓને રાહુલ દ્રવિડની કોચિંગ સ્ટાઈલ પર વાંધો હતો, પરંતુ હવે ભારતીય ટીમના તાજેતરના પ્રદર્શન પછી દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ દ્રવિડના કાર્યકાળને લઈને સસ્પેન્સ છે, પરંતુ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવી શકે છે.                              


ઓસ્ટ્રેલિયા સિરીઝમાં વીવીએસ લક્ષ્મણ કોચ રહેશે


આ વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ મેચ 23 નવેમ્બરે રમાશે. વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સામસામે ટકરાશે. આ સિરીઝમાં રાહુલ દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે જોવા મળશે. જો કે રાહુલ દ્રવિડના કાર્યકાળ પર બીસીસીઆઇ શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.     


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફાઇનલ મેચમાં ક્લોઝિંગ સેરેમનીમા પરફોર્મર કરવાની તૈયારીઓ માટે કલાકારો પહોંચ્યા હતા. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો પરફોર્મ કરવાના છે. જે માટે આજે સવારથી જ ક્રિકેટ સ્ટેડિયમ બહાર પરર્ફોર્મ કરનાર કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. કલાકારોનું કહેવું છે કે ફાઇનલ મેચનો દિવસ તેમના માટે જીવનમાં યાદગાર બની રહેશે. કેમ કે અમદાવાદમાં ફાઇનલ રમાતી હોય અને ભારતની ટીમ ફાઇનલમાં છે.