Happy Birthday Rahul Dravid: ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો આજે બર્થ ડે છે. પોતાની બેટિંગના કારણે ધ વોલોના કારણે જાણીતો દ્રવિજ મેદાન પર ખૂબ ઓછી વખત ગુસ્સો કરતાં જોવા મળ્યો છે. આઈસીસીએ સ્પેશિયલ વીડિયો જાહેર કરીને તેના બર્થડે પર વિશ કર્યુ છે. આ વીડિયો 2003ના વર્લ્ડકપનો છે, જેમાં દ્રવિડે બેટ્સમેન ઉપરાંત વિકેટ કિપરનો રોલ ભજવ્યો હતો. જોેકે બાદમાં વીડિયો ડીલીટ કરી દેવામાં આવ્યો હતો.
રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીએ એક સાથે 1996માં લોર્ડ્સ ટેસ્ટમાં એક સાથે ડેબ્યૂ કર્યુ હતું. ગાંગુલીએ પ્રતમ ઈનિંગમાં સદી ફટકારી હતી અને દ્રવિડે 95 રન બનાવ્યા હતા. બંને ખેલાડીએ 1999 વર્લ્ડકપમાં ટોન્ટન મેદાન પર શ્રીલંકા સામે બીજી વિકેટ માટે 318 રનના પાર્ટનરશિપ કરી હતી. 2002માં સતત ચાર ઈનિંગમાં તેણે સદી ફટકારી હતી. 2003-04માં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો. એડિલેડમાં 835 મિનિટ બેટિંગ કરીને પ્રથમ ઈનિંગમાં 233 અને બીજી ઈનિંગમાં 72 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. બાદમાં તેણ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝમાં સીરિઝ શાનદાર પ્રદર્શન કર્યું હતું. દ્રવિડે પોતાની કેપ્ટનશિપમાં 21 વર્ષ બાદઈંગ્લેન્ડમાં ભારતને પ્રથમ ટેસ્ટ જીત અપાવી હતી.
રાહુલ દ્રવિડે ટેસ્ટ અને વન ડે બંનેમાં 10 હજારથી વધુ રન બનાવ્યા છે. તેંડુલકર બાદ દ્રવિડે ટેસ્ટમાં 13,288 રન બનાવ્યા છે, જેમાં 36 સદી અને 63 અડધી સદી સામેલ છે. વન ડેમાં દ્રવિડે 10,889 રન ફટકાર્યા છે, જેમાં 12 સદી પણ સામેલ છે. ફિલ્ડર તરીકે સૌથી વધારે કેચ લેવાનો વર્લ્ડ રેકોર્ડ પણ દ્રવિડના નામે છે. તેણે 301 ઈનિંગમાં 210 કેચ લીધા છે. મહેલા જયવર્ધને 205 કેચ સાથે બીજા અને જેક કાલિસ 200 કેચ સાથે ત્રીજા ક્રમે છે.
દ્રવિડની કેપ્ટનશિપમાં ભારતને સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમ ટેસ્ટ વિજય મળ્યો હતો. ડિસેમ્બર 2006માં જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતે યજમાન ટીમને 123 રનથી હાર આપી હતી. 2004માં તેને આઈસીસીનો વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરાયો હતો. 2018માં આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરાયો હતો.