Rahul Dravids Farewell Speech In Dressing Room:  રાહુલ દ્રવિડ (Rahul Dravid)  T20 વર્લ્ડ કપ 2024 સુધી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહ્યા હતા. ટૂર્નામેન્ટ સમાપ્ત થતાની સાથે જ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો. હવે ટીમ ઈન્ડિયાને નવો કોચ મળશે. ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડની સફર એક વિજેતા કોચ તરીકે પૂરી થઈ છે. ટીમને અલવિદા કહેતા પહેલા દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં અંતિમ સ્પીચ આપી હતી.






ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં કહ્યું, "મને આ અદ્ભુત યાદગીરીનો ભાગ બનાવવા માટે બધાનો આભાર. તમે બધા આ ક્ષણને યાદ કરશો. તે રન કે વિકેટ અંગે નથી. તમે તમારી કારકિર્દીને યાદ રાખશો નહી પરંતુ આ ક્ષણને યાદ રાખશો. હું તમારા બધા પર આનાથી વધુ ગર્વ કરી શકતો નથી, તમે જે રીતે લડ્યા, જે રીતે અમે એક ટીમ તરીકે કામ કર્યું, કેટલીક નિરાશા પણ મળી.


વધુમાં તેમણે કહ્યું હતું કે "આ છોકરાઓએ જે કર્યું, તમે જે લોકોએ જે કર્યું, સપોર્ટ સ્ટાફે જે કર્યું, હાર્ડ વર્ક આપણે કર્યુ, જે બલિદાન આપણે આપ્યું, આખા દેશને તમારા બધા પર ગર્વ છે અને તમે જે હાંસલ કર્યું અને મને લાગે છે કે તમે તમારા પરિવારને અહી એન્જોય કરતો જોવા માટે બધાએ ઘણા બલિદાન આપ્યા છે. અનેક લોકો પરિવાર ઘર પર છે. એ તમામ બલિદાન અંગે વિચારો જે તમે એક બાળકના રૂપમાં આ ડ્રેસિંગ રૂમમાં આવવા માટે આપ્યા હતા. આ ક્ષણનો આનંદ લેવા માટે તમારા માતા પિતા, તમારી પત્ની, તમારા બાળકો, તમારા કોચ, તમારા ભાઇ અને અનેક લોકોએ તમારી સાથે અનેક બલિદાન આપ્યા છે.


રાહુલ દ્રવિડે રોહિત શર્માનો વિશેષ આભાર માન્યો


દ્રવિડે આગળ કહ્યું, "તમારા દરેકનો આભાર. મારી પાસે શબ્દો નથી જે ઘણીવાર હોતા નથી. હું આનો ભાગ બનવા કરતાં વધુ આભારી ન હોઈ શકું. મારા માટે આદર, દયાળુ બનવું અને પ્રયાસ જે તમે બધાએ મારા અને મારા કોચિંગ સ્ટાફ માટે કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર.


2023 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યા પછી રાહુલ દ્રવિડ મુખ્ય કોચના પદ પરથી હટી જવા માંગતા હતા પરંતુ રોહિત શર્માએ તેમને રહેવા માટે મનાવી લીધા હતા. દ્રવિડે આગળ રોહિત શર્માનો આભાર માન્યો અને કહ્યું, "રોહિત નવેમ્બરમાં મને તે ફોન કરવા બદલ આભાર. મને કોચ તરીકે રહેવા માટે કહ્યું હતું. દ્રવિડે કહ્યું કે રોહિત શર્માએ મને ફોન કર્યો હતો અને તેણે મને કોચના પદે રહેવા માટે કહ્યું હતું. ટીમ ઈન્ડિયાને તમારા કોચિંગની જરૂર છે. દ્રવિડે કહ્યું, રોહિત, તે એક કોલ કરવા બદલ આભાર.