નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ એક દિવસ પહેલા જ લગ્નનાં બંધનમાં બંધાઇ ગયો છે. બુમરાહે તેની ગર્લફ્રેન્ડ સ્પૉર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે ગોવામાં લગ્ન કરી લીધા, બન્ને તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સે બુમરાહને લગ્નની શુભેચ્છા ખાસ અંદાજમાં આપી છે. 


રાજસ્થાન રૉયલ્સે બુમરાહ અને સંજનાને લગ્નની શુભેચ્છા આપવાની સાથે સાથે એક મજેદાર સલાહ પણ આપી છે. રાજસ્થાન રૉયલ્સે તેમને એપ્રિલ-મેમાં હનીમૂન દરમિયાન માલદીવ જવુ જોઇએ.
 
બુમરાહે ટીવી એન્કર સંજના ગણેશનની સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-મેમાં આઇપીએલ 2021નુ આયોજન થવાની છે. બુમરાહ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. રાજસ્થાને ટ્વીટ કરીને કહ્યું- અભિનંદન બુમરાહ, અમે સાંભળ્યુ છે કે એપ્રિલ-મેમાં માલદીવ જવુ ખુબ સારુ રહે છે. 


રાજસ્થાન રૉયલ્સને આવી સલાહ આપવા પર ટ્રૉલિંગનો શિકાર થવુ પડ્યુ છે. ફેન્સનુ કહેવુ છે કે રાજસ્થાન રૉયલ્સને જસપ્રીત બુમરાહનો એવો ડર લાગે છે કે તેને હનીમૂન પર મોકલવાની સલાહ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં આઇપીએલની નેક્સ્ટ સિઝન શરૂ થવાની છે, એટલે બુમરાહ હનીમૂન પર જાય તો અન્ય ટીમોને તેની બૉલિંગનો સામનો કરવામાં રાહત મળે.


બુમરાહ અને સંજનાએ કર્યા લગ્ન....
ભારતીય સ્ટાર જસપ્રીત બુમરાહે સ્પૉર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરી લીધા છે. લાંબા સમયથી બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હતાં, હવે બન્ને લગ્નગ્રંથીથી જોડાઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર બન્નેના લગ્નની જાણકારી ખુદ કપલે આપી હતી. પહેલા જસપ્રીત બુમરાહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સંજના સાથે લગ્નની તસવીરો શેર કરી હતી, બાદમાં સંજનાએ પણ બુમરાહ સાથેની લગ્ન મંડપની તસવીરો શેર કરી હતી. 


બન્નેના લગ્નની તસવીરો ગણતરીની મિનીટોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ, અને ફેન્સની સાથે સાથે ક્રિકેટ જગતમાંથી જોરદાર પ્રતિક્રિયાઓ અને અભિનંદનની વર્ષા થવા લાગી હતી. 


હરભજન સિંહ, હાર્દિક પંડ્યા, મુંબઇ ઇન્ડિયન્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સે જસપ્રીત બુમરાહને લગ્નના શુભકામનાઓ પાઠવી છે. 



કોલકત્તા નાઇટરાઇડર્સે ટ્વીટ કરતા લખ્યું- બધાઇ હો..... 


મુંબઇ ઇન્ડિન્સે એકદમ મજેદાર અંદાજમાં લખ્યું- બુમરાહ સંજનાના બૉલ પર બૉલ્ડ, બન્નેને લગ્ન માટે ખુબ ખુબ અભિનંદન....


હરભજન સિંહે લખ્યું- બુમરાહ અને સંજનાને મુબારકબાદ.....


હાર્દિક પંડ્યાએ લખ્યું- અભિનંદન બુમરાહ અને સંજના. બન્નેને લગ્ન જીવન માટે ખુબ ખુબ શુભેચ્છાઓ...