Ravi Shastri on Hardik: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સતત હાર્દિક પંડ્યાને ભારતનો નવો T20 કેપ્ટન બનાવવાની વાત કરી રહ્યા છે. હાર્દિક હાલમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટી20 શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. શાસ્ત્રીએ ફરી એકવાર હાર્દિકને કેપ્ટન બનાવવાની માંગ કરી છે અને આ વખતે તેણે કપિલ દેવનું ઉદાહરણ પણ આપ્યું છે. શાસ્ત્રીએ હાર્દિકને કપિલ જેવો લીડર અને ખેલાડી ગણાવ્યો છે.
તેણે કહ્યું, "તેની પાસે આક્રમકતા અને સાતત્ય છે, તેથી તે ટીમના અન્ય ખેલાડીઓમાં જોવા મળશે. મને યાદ છે કે જ્યારે કપિલ દેવ ટીમના સુકાની હતા. જ્યારે તમારી પાસે પ્રભાવશાળી ખેલાડી હોય અને જ્યારે તમારી પાસે ઓલરાઉન્ડર હોય અને જ્યારે કોઈ વ્યક્તિ તેના જેવા હોય. જો તમે એવા ખેલાડી છો કે જે આખી 20 ઓવરો સુધી સમાન ઉર્જા જાળવી શકે છે, તો તેનાથી ઘણો ફરક પડે છે. અન્ય લોકોની પ્રેરણા વધે છે અને તેઓ તેની બરાબરી કરવા માંગે છે. હું એ જોવા માટે બેતાબ છુ કે હાર્દિક કઈ રીતે ટીમને લીડ કરશે.
ટૂંક સમયમાં હાર્દિકના નામ પર મહોર લાગી શકે છે
શાસ્ત્રી ભલે હાર્દિક માટે સતત ભલામણ કરતા હોય, પરંતુ લાગે છે કે બીસીસીઆઈએ પણ આ માટે પોતાનું મન બનાવી લીધું છે. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડ ટૂંક સમયમાં હાર્દિકને નવા ટી20 કેપ્ટન તરીકે જાહેર કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માની વધતી ઉંમર અને ત્રણેય ફોર્મેટની જવાબદારીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવશે. ન્યુઝીલેન્ડનો પ્રવાસ ખતમ કર્યા બાદ ભારતે શ્રીલંકા સામે ટી20 સીરીઝ રમવાની છે અને આ સીરીઝ પહેલા જ હાર્દિકને કાયમી કેપ્ટનશીપ મળી શકે છે.
45 વર્ષનો આ વિસ્ફોટક બેટ્સમેન રિટાયરમેન્ટ પાછું લેશે
ક્રિકેટની દુનિયામાં રિટાયરમેન્ટ અને બાદમાં વાપસી સામાન્ય બાબત છે, ઘણા બધા ક્રિકેટરો રિટાયરમેન્ટ લીધા બાદ વાપસી કરીને ધમાલ મચાવી ચૂક્યા છે, હવે આ કડીમાં વધુ એક સ્ટાર ક્રિકેટરનુ નામ પણ સામેલ થઇ શકે છે. રિપોર્ટ છે કે, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી (Shahid Afridi) રિટાયરમેન્ટ પાછુ ખેંચીને ક્રિકેટના મેદાન પર વાપસી કરી શકે છે, જોકે, આ વાતની પુષ્ટી હજુ સુધી થઇ શકી નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર, શાહિદ આફ્રિદી રિટાયરમેન્ટ લઇને વાપસી કરી ચૂક્યો છે, અને તે હવે ફરીથી આગામી 2023મં રમાનારી પીએસએલમાં રમી શકે છે, રમવા અંગે તેને પુરીપુરી ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. શાહિદ આફ્રિદી ગઇ સિઝનમાં ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમતો દેખાયો હતો, અને આ સિઝનમાં પણ રમી શકે છે. પોતાની બેક ઇન્જરીના કારણે શાહિદ આફ્રિદી ગઇ સિઝનમાંથી હટી ગયો હતો, અને તેને એક ટ્વીટ કરીને પીએસએલને અલવિદા કહી દીધુ હતુ. જોકે હવે વાપસીની ખબરો છે.