ICC Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. ભારતનો રવિન્દ્ર જાડેજા લેટેસ્ટ ICC ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર-1 પર આવી ગયા છે. જાડેજા હવે ટેસ્ટમાં વિશ્વના નંબર-1 ઓલરાઉન્ડર છે. માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં જાડેજાએ શાનદાર સદી ફટકારી હતી.
ICC ટેસ્ટ ક્રિકેટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાના 422 પોઈન્ટ છે. બાંગ્લાદેશના મેહદી હસન મિરાજ બીજા નંબર પર છે. જોકે, જાડેજા તેમનાથી 117 પોઈન્ટ આગળ છે. મેહદીના 305 પોઈન્ટ છે. ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ ત્રીજા નંબર પર છે. સ્ટોક્સના 301 પોઈન્ટ છે.
ICC એ તેની વેબસાઇટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રવિન્દ્ર જાડેજાએ 107 રન અને ચાર વિકેટની અણનમ ઇનિંગ્સ સાથે ઓલરાઉન્ડર રેન્કિંગમાં લીડ મેળવી છે. તેણે 13 રેટિંગ પોઈન્ટનો ફાયદો મેળવ્યો છે અને કુલ 422 પોઈન્ટ સાથે, તે બાંગ્લાદેશના મેહદી હસન મિરાજથી 117 પોઈન્ટ આગળ છે. આ સાથે, તે બેટ્સમેનોના રેન્કિંગમાં પાંચ સ્થાન ઉપર ચઢીને 29મા સ્થાને અને બોલરોના રેન્કિંગમાં એક સ્થાન ઉપર 14મા સ્થાને પહોંચી ગયો છે.
ટેસ્ટ ક્રિકેટમાં ટોચના 5 ઓલરાઉન્ડર
1- ભારતનો રવિન્દ્ર જાડેજા - 422 પોઈન્ટ
2- બાંગ્લાદેશનો મહેદી હસન મિરાઝ - 305 પોઈન્ટ
3- ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ - 301 પોઈન્ટ
4- દક્ષિણ આફ્રિકાનો વિઆન મુલ્ડર - 286 પોઈન્ટ
5- ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ - 270 પોઈન્ટ
અભિષેક શર્મા T20 નો નંબર-1 બેટ્સમેન
ICC એ T20 આંતરરાષ્ટ્રીયમાં બેટ્સમેનોની નવીનતમ રેન્કિંગ પણ જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ, જે લગભગ એક વર્ષ સુધી નંબર-1 પર હતો તેમણે હવે તાજ ગુમાવ્યો છે. ભારતનો અભિષેક શર્મા નવીનતમ રેન્કિંગમાં નંબર-1 બની ગયો છે. ડાબોડી બેટ્સમેન અભિષેક શર્માના હવે 829 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે ટ્રેવિસ હેડ 814 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
અભિષેક શર્માએ ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધોડાબા હાથના આ બેટ્સમેને એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ કિસ્સામાં, તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધો છે. તેના પહેલા, હેડ પ્રથમ સ્થાને હતો પરંતુ હવે શર્મા પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. અભિષેક પાસે હાલમાં 829 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે હેડ પાસે 814 પોઈન્ટ છે અને આ સાથે તે બીજા સ્થાને છે.
T20 આંતરરાષ્ટ્રીયમાં ટોચના 5 બેટ્સમેન
1- ભારતનો અભિષેક શર્મા - 829 પોઈન્ટ2- ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ - 814 પોઈન્ટ3- ભારતનો તિલક વર્મા - 804 પોઈન્ટ4- ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ - 791 પોઈન્ટ5- ઈંગ્લેન્ડનો જોસ બટલર - 772 પોઈન્ટ