India vs England, 2nd ODI : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર પોતાની શાનદાર બોલિંગથી ચર્ચામાં છે. કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં જાડેજાએ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આ દરમિયાન જાડેજાએ ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 24મી ઓવર માત્ર 73 સેકન્ડમાં ફેંકીને નવો રેકોર્ડ બનાવ્યો છે.  આ ઓવર નાખવામાં એક મિનિટ અને 13 સેકન્ડનો સમય લાગ્યો હતો, જે આ રેકોર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફેંકવામાં આવેલી બીજી સૌથી ઝડપી ઓવરનો રેકોર્ડ બનાવે છે.

આ પહેલીવાર નથી કે જ્યારે રવિન્દ્ર જાડેજાએ પોતાની બોલિંગ સ્પીડથી બધાને ચોંકાવી દીધા હોય. આ પહેલા સપ્ટેમ્બર 2021માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં જાડેજાએ માત્ર 64 સેકન્ડમાં એક ઓવર નાંખીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ઓવર નાખવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે દરમિયાન જાડેજાએ ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 50મી ઓવર ફેંકી હતી અને આ ઓવર માત્ર 1 મિનિટ અને 4 સેકન્ડમાં પૂરી કરી હતી. આ રેકોર્ડ સાથે જાડેજાએ પોતાની બોલિંગની ઝડપ અને કાર્યક્ષમતા સાબિત કરી દીધી હતી.

શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો

રવિન્દ્ર જાડેજાએ વધુ એક મજબૂત રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બહારના રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાનના ફાસ્ટ બોલર યુનિસ ખાને આ મામલે વધુ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. યુનિસ ખાને 2007માં કાઉન્ટી ચેમ્પિયનશિપ દરમિયાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચમાં માત્ર 35 સેકન્ડમાં ઓવર નાખવાનો રેકોર્ડ બનાવ્યો હતો. યુનિસે યોર્કશાયર તરફથી રમતા સસેક્સ સામે આ રેકોર્ડ હાંસલ કર્યો હતો અને તે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી ઓવર નાખવાનો રેકોર્ડ છે.

રવીન્દ્ર જાડેજાની બોલિંગ માત્ર ઝડપ અને સમયના રેકોર્ડ કરતાં વધુ મહત્વની છે. જાડેજા તેની ઘાતક બોલિંગ, ચોક્કસ લાઇન અને લેન્થ માટે જાણીતો છે. તે ભારત માટે એક મજબૂત ઓલરાઉન્ડર સાબિત થયો છે, અને તેની બેટિંગ અને બોલિંગ બંનેમાં ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જાડેજાનો આ રેકોર્ડ તેની બોલિંગની ઝડપને જ પ્રતિબિંબિત કરતું નથી પરંતુ તેની વર્સેટિલિટી પણ સાબિત કરે છે, જે ભારતીય ક્રિકેટ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.