નવી દિલ્હી:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માટે  મોટા રાહતના સમાચાર આવ્યા છે. કોરોના સંક્રમિત થયેલો ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal)નો બીજો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 22 માર્ચે પડ્ડિકલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.  દેવદત્ત પડિક્કલ ડાબોડી બેટ્સમેન છે જે હાલમાં જ સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમ્યો હતો. દેવદત્ત પડિક્કલે આઈપીએલ(IPL)ની ગત સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલ 2020માં પડિક્કલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે કોહલી કરતા પણ વધારે રન બનાવ્યા હતા. તેણે 15 મેચોમાં 473 રન બનાવ્યા હતા, આમાં પાંચ ફિફ્ટી પણ સામેલ હતી.  



ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2021 (IPL 2021) ની પ્રથમ મેચ 9 એપ્રિલે રમાવાની છે. પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી (RCB) વચ્ચે રમાશે. રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈની ટીમે અત્યાર સુધી પાંચ વખત આઈપીએલ ટ્રોફી પર કબ્જો કર્યો છે. 


ડેનિયલ સેમ્સ થયો કોરોના પોઝિટિવ 


આરસીબીનો ખેલાડી ડેનિયલ સેમ્સ કોરોના વાયરસનો શિકાર થયો છે. કોરોના સંક્રમિત થયા બાદ તેણે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. ડેનિયલ સેમ્સના કોરોના સંક્રમિત થવાની જાણકારી આરસીબીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી હતી.  


આ છ શહેરોમાં ખાલી સ્ટેડિયમમાં રમાશે આઇપીએલની મેચો


લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.


 


આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં 8 મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે


 


કોઇપણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર કોઇ મેચ નહીં રમે. દરેક ટીમ છથી ચાર મેદાનો પર પોતાની લીગ સ્ટેજ મેચ રમશે.


 


દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્લેઓફ અને 30 મે 2021એ ફાઇનલ રમાશે. આ સ્ટેડિયમમાં પહેલીવાર આઇપીએલ મેચ રમાશે.