RCB Possible Release Players List: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ સતત બે સીઝનમાં શાનદાર પ્રદર્શન કરતા IPL ટ્રોફી પોતાના નામે કરી છે. જોકે ચેમ્પિયન બનવા છતાં દરેક ટીમ આગામી સીઝન પહેલાં પોતાના સ્ક્વોડની સમીક્ષા કરે છે. આ જ કડીમાં RCB પણ IPL 2027 પહેલાં કેટલાક ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. આ યાદીમાં એવા ખેલાડીઓ સામેલ છે, જેઓ કાં તો આખી સીઝનમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી અથવા તો ટીમને તેમના વિકલ્પ મળી ગયા છે.

Continues below advertisement

 

Continues below advertisement

સૌથી પહેલું નામ જીતેશ શર્માનું છે. RCB એ IPL 2026 મેગા ઓક્શનમાં જીતેશ શર્મા પર 11 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, પરંતુ આ વિકેટકીપર બેટ્સમેન ભરોસા પર ખરો ઉતરી શક્યો નહીં. તેણે આખી સીઝનમાં 16 મેચ રમીને માત્ર 116 રન બનાવ્યા હતા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 23 રન રહ્યો હતો. એક ફિનિશર અને આક્રમક બેટ્સમેન તરીકે તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેનું નિરાશાજનક પ્રદર્શન જોતાં ટીમ તેને રિલીઝ કરવાનો નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો...બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

બીજું નામ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડનું છે. જેઓ છેલ્લા બે ખિતાબી સીઝનમાં ટીમનો ભાગ રહ્યા, પરંતુ તેમનું યોગદાન સીમિત રહ્યું હતું. IPL 2026 માં તેણે 15 મેચોમાં માત્ર 83 રન બનાવ્યા અને 7 વિકેટ ઝડપી હતી. IPL 2025 માં પણ તેનું પ્રદર્શન ખાસ નહોતું, તેથી ફ્રેન્ચાઈઝી અન્ય કોઈ સારા વિદેશી ઓલરાઉન્ડર તરફ જોઈ શકે છે.

ત્રીજું નામ ડાબોડી ઝડપી બોલર યશ દયાલનું છે, જેઓ અંગત કારણોસર IPL 2026 માં એક પણ મેચ રમી શક્યો નહોતો. તેમની ગેરહાજરીમાં RCB એ રસિખ દારને તક આપી હતી, જેમણે શાનદાર બોલિંગ કરતા 20 વિકેટ ઝડપી હતી. ટીમને નવો મજબૂત વિકલ્પ મળી જતાં યશ દયાલની વાપસી આસાન દેખાતી નથી. આ સિવાય તે કાનૂની બાબતોને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. આ સંજોગોમાં 5 કરોડ રૂપિયાથી વધુનો પગાર મેળવતા આ ફાસ્ટ બોલરને રિલીઝ કરવો RCB માટે વ્યાવહારિક નિર્ણય બની શકે છે. IPL 2027 ની હરાજી પહેલાં ટીમ પોતાના સ્ક્વોડને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, જોકે આખરી નિર્ણય ફ્રેન્ચાઈઝીની રણનીતિ અને રિટેન્શન પોલિસી પર નિર્ભર રહેશે.