RCB vs CSK: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રનથી હરાવ્યું છે. આ રીતે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી ગઈ છે.

 

પ્રથમ 8 મેચમાં 7 હાર... પ્લેઓફની આશા લગભગ અશક્યા લાગતી હતી, પરંતુ પછી ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અશક્યને શક્ય બનાવ્યું. પ્રથમ 8 મેચમાં 7 હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે છેલ્લી સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રને હરાવ્યું છે. વાસ્તવમાં, RCBને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા 18 રનથી જીતવું જરૂરી હતું. આ ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર 27 રનથી જીતી હતી.

આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પણ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. તે જ સમયે, ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સની સફર આ સિઝનમાં સમાપ્ત થઈ ગઈ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જીતવા માટે 219 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં 7 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા.

બેંગલુરુએ ચેન્નાઈને 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો

કરો યા મરો મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટે 218 રન બનાવ્યા હતા. હવે RCBને પ્લેઓફમાં પહોંચવા માટે ચેન્નાઈને 200 રનની અંદર જ સીમિત કરવું પડશે. આરસીબી માટે વિરાટ કોહલીએ 29 બોલમાં 47 રન, ફાફ ડુ પ્લેસીસે 39 બોલમાં 54 રન, રજત પાટીદારે 23 બોલમાં 41 રન અને કેમેરોન ગ્રીને 17 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. મિશેલ સેન્ટનર સિવાય ચેન્નાઈના દરેક બોલર ખરાબ રીતે પીટાઈ ગયા હતા.

 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઇંગ-11

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, કેમરૂન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), કર્ણ શર્મા, યશ દયાલ, લોકી ફર્ગ્યુસન અને મોહમ્મદ સિરાજ.

ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઇંગ-11

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), મિચેલ સેન્ટનર, શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ, મહિશ થિક્સાના.