શોધખોળ કરો

IPL 2026 RCB vs DC: બેંગલુરુ સામે દિલ્હીની શાનદાર જીત, સ્ટબ્સની ફિફ્ટી

IPL 2026, RCB vs DC: અહીં તમને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ટક્કર માટે લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

LIVE

Key Events
rcb vs dc live score ipl 2026 ball by ball scorecard commentary royal challengers bengaluru vs delhi capitals live updates  IPL 2026 RCB vs DC: બેંગલુરુ સામે દિલ્હીની શાનદાર જીત, સ્ટબ્સની ફિફ્ટી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ
Source : ABP LIVE

Background

 IPL 2026, RCB vs DC Live Scorecard: આજે 18 એપ્રિલ, શનિવારે આઈપીએલ 2026માં ડબલ હેડર જોવા મળશે. બપોરે 3:30 વાગ્યાથી પ્રથમ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે થશે. આ મેચ દ્વારા આરસીબી સીઝનમાં જીતનો પંજો લગાવવા માંગશે. બીજી તરફ, દિલ્હીની નજર જીતની હેટ્રિક પર હશે. તો ચાલો જાણીએ કે મુકાબલામાં બંને ટીમોની પ્લેઈંગ 11, મેદાનનો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન શું હશે.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

તમને જણાવી દઈએ કે આ મુકાબલો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. અહીંની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. બોલરોને ઓછી મદદ મળે છે. ગ્રાઉન્ડ પણ નાનું છે, જેનાથી બેટ્સમેનોની મોજ પડી જાય છે. પરંતુ ખાસ વાત એ છે કે આરસીબીએ લખનૌ વિરુદ્ધ છેલ્લી મેચ પણ આ જ મેદાન પર રમી હતી, જેમાં પ્રથમ ઇનિંગ દરમિયાન પિચ પર બોલરોનો દબદબો જોવા મળ્યો હતો.

પહેલા બેટિંગ કરતા લખનૌ 20 ઓવરમાં 146 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે બીજી ઇનિંગમાં આરસીબી તરફથી તાબડતોબ બેટિંગ જોવા મળી હતી. ચેઝ કરતા બેંગલુરુએ 15.1 ઓવરમાં 5 વિકેટથી જીત પોતાના ખાતામાં નાખી દીધી હતી. હવે જોવું રસપ્રદ રહેશે કે આજની મેચમાં પિચ કેવું વર્તન કરે છે.

મેચ પ્રિડિક્શન

અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 33 મુકાબલા રમાઈ ચૂક્યા છે. આ મેચોમાં બેંગલુરુએ લીડ મેળવતા 20માં જીત નોંધાવી છે. બીજી તરફ દિલ્હીએ 12 મેચ પોતાના નામે કરી છે. બંનેનો એક મુકાબલો અનિર્ણિત રહ્યો. વળી વર્તમાન સીઝનમાં પણ આરસીબી શાનદાર પ્રદર્શન કરી રહી છે. આથી, અમારું પ્રિડિક્શન મીટર તો એ જ કહે છે કે મુકાબલામાં બેંગલુરુની જીતની શક્યતા વધુ છે. 

આરસીબીની સંભવિત પ્લેઈંગ 11

ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ/જેકબ ડફી, સુયશ શર્મા, રસિખ ડાર.        

દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ 11

પથુમ નિસાંકા, કેએલ રાહુલ (વિકેટકીપર), સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ, આશુતોષ શર્મા, ઓકિબ નબી, કુલદીપ યાદવ, લુંગી એનગિડી, ટી. નટરાજન, મુકેશ કુમાર.

19:35 PM (IST)  •  18 Apr 2026

RCB vs DC Highlights: દિલ્હીએ એક બોલ બાકી રહેતા બેંગલુરુને 6 વિકેટે હરાવ્યું

RCB vs DC Highlights: દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટે હાર આપી છે. દિલ્હીને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રન જોઈતા હતા અને બોલિંગ રોમારિયો શેફર્ડને સોંપવામાં આવી હતી. પ્રથમ બે બોલમાં બે રન આવ્યા. ત્યારબાદ 4 બોલમાં 13 રનની જરૂર હતી ત્યારે ડેવિડ મિલરે બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકારી દીધો હતો.

આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ એક બોલ બાકી રહેતા લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. દિલ્હી તરફથી 'બર્થડે બોય' કેએલ રાહુલે 34 બોલમાં 57 રન, ટ્રસ્ટન સ્ટબ્સે 47 બોલમાં અણનમ 60 રન અને ડેવિડ મિલરે 10 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા.

18:59 PM (IST)  •  18 Apr 2026

દિલ્હી કેપિટલ્સનો સ્કોર 125-4

14 ઓવરના અંતે દિલ્હી કેપિટલ્સનો સ્કોર ચાર વિકેટે 125 રન છે. ટ્રસ્ટન સ્ટબ્સ 28 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 33 રન બનાવીને રમી રહ્યો છે. કેપ્ટન અક્ષર પટેલ 13 બોલમાં 22 રન પર છે અને તેઓ ત્રણ ચોગ્ગા ફટકારી ચૂક્યો છે. દિલ્હીને જીતવા માટે હવે 36 બોલમાં 51 રન બનાવવાની જરૂર છે.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
Embed widget