IND vs AUS, Team India Record in Ahmedabad: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ (Border Gavaskar Trophy) રમાઇ રહી છે. આ સીરીઝની પહેલી બે ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી પરંતુ ત્રીજી ઇન્દોર ટેસ્ટમાં કાંગારુ ટીમે વાપસી કરતા ભારતીય ટીમને હાર આપી હતી, આવામાં સીરીઝમાં હવે 2-1 પર આવી ગઇ છે. આવતીકાલથી ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના ગ્રાઉન્ડમાં શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ સીરીઝની અંતિમ અને નિર્ણાટક ટેસ્ટ મેચ છે. અમે અહીં અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ પહેલા બતાવી રહ્યાં છીએ કે કેવો રહ્યો છે ટીમ ઇન્ડિયાનો અમદાવાદમાં રેકોર્ડ.....
અમદાવાદમાં કેવો રહ્યો છે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ -
ભારતીય ટીમે અમદાવાદમાં અત્યાર સુધી કુલ 14 ટેસ્ટ મેચો રમી છે. આ 14 મેચોમાં ટીમ ઇન્ડિયાને 6 મેચોમાં જીત મળી છે, વળી, 6 મેચો અહીં ડ્રૉ રહી છે. ભારતીય ટીમને અહીં 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ છેલ્લે આ મેદાન પર વર્ષ 2021 માર્ચમાં ઉતરી હતી, તે સમયે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 1 ઇનિંગ અને 25 રનોથી માત આપી હતી.
જોકે, ખાસ વાત છે કે, આ મેદાન પર હજુ સુધી ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ ટેસ્ટમાં ટકરાઇ નથી. આવામાં 9 માર્ચથી શરૂ થઇ રહેલી ટેસ્ટ મેચ રોમાંચક બની રહેશે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયાને આ મેચ જીતવી ખુબ જરૂરી છે.
Border - Gavakar Trophy: જાણો અમદાવાદમાં 8 થી 13 માર્ચ સુધી કેમ નહીં ઉડાડી શકાય ડ્રોન ? -
Narendra Modi Stadium: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. આ મુકાબલો નિહાળવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ આવશે. બંને દેશના પીએમ સાથે બેસીને મેચ નીહાળશે. પીએમ મોદી આવતીકાલે રાત્રે અમદાવાદ આવશે. મેચ પહેલા પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 8 માર્ચથી 13 માર્ચ સુધી સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન રહેશે.
સ્ટેડિયમ ફેરવાયું પોલીસ છાવણીમાં
અમદાવાદ શહેરમાં યોજાનારી ટેસ્ટ મેચ અગાઉ સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. યુવાનોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ માટે ભારે ઉત્સાહ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરાયો છે. BRTS અને મેટ્રોની ફ્રિકવનસીમાં પણ વધારો કરાયો છે. સ્ટેડિયમમાં VVIP બંદોબસ્તના પગલે બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. 5000 થી વધુ પોલીસ કર્મચારીઓ સ્ટેડિયમની બહાર ફરજ ઉપર હાજર રહેશે.
ભારત 2-1થી છે આગળ
આ ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી 3 ટેસ્ટ મેચોમાંથી જ્યાં ભારતીય ટીમે પ્રથમ 2 મેચ જીતી હતી, ત્યાં ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રીજી ટેસ્ટ મેચ 9 વિકેટે જીતીને શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી.
સ્ટેડિયમની વિશેષતા
- મોટેરા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે.
- આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.
- તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે.
- અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે.
- દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.