આ 3 ખેલાડીઓએ આખી ટૂર્નામેન્ટ બેન્ચ પર બેસી પસાર કરી, કેપ્ટન રોહિત શર્માએ ન આપી તક
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ફાઈનલ મેચ માટે કેપ્ટન રોહિતે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્રણ ખેલાડીઓ એવા છે જેઓ સમગ્ર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટ દરમિયાન બેન્ચ પર બેઠા હતા. તેમને એક પણ મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. જેમાં રિષભ પંત, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે.
1. ઋષભ પંત
ટ્રેન્ડિંગ




ઋષભ પંતને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન એક પણ મેચની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. વર્તમાન ટૂર્નામેન્ટમાં કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા માટે દરેક મેચમાં વિકેટકીપરની જવાબદારી લીધી હતી. આ કારણોસર પંતને બહાર બેસવું પડ્યું. પંતે વર્ષ 2018માં ભારતીય ટીમ માટે ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ટીમ ઈન્ડિયા માટે ODI ક્રિકેટમાં ઘણી ઈનિંગ્સ રમી. પરંતુ વર્ષ 2023માં થયેલા અકસ્માત બાદ તે ODI ટીમમાં પોતાની કાયમી જગ્યા બનાવી શક્યો ન હતો. અત્યાર સુધીમાં તેણે ટીમ ઈન્ડિયા માટે 31 ODI મેચોમાં કુલ 871 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને પાંચ અડધી સદી સામેલ છે.
2. વોશિંગ્ટન સુંદર
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડર પહેલેથી જ હાજર છે. આ કારણોસર સુંદરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શક્યું નથી. તેણે વર્ષ 2017માં ભારતીય ટીમ માટે ODI ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી તેણે ટીમ ઈન્ડિયા માટે 23 ODI મેચમાં 24 વિકેટ લીધી અને 329 રન પણ બનાવ્યા. તે તેની મજબૂત બેટિંગ અને ઘાતક બોલિંગ માટે જાણીતો છે. કોઈપણ બેટ્સમેન માટે તેના બોલને સમજવું સરળ નથી.
3. અર્શદીપ સિંહ
અર્શદીપ સિંહ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન બેન્ચ પર બેઠો રહ્યો. તેણે વર્ષ 2022માં ભારતીય ટીમ માટે ODI ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી તેણે ટીમ ઈન્ડિયા માટે 9 ODI મેચમાં 14 વિકેટ ઝડપી છે. તે તેની ઘાતક બોલિંગ માટે જાણીતો છે અને ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરે છે. તેના યોર્કર બોલનો કોઈ જવાબ નથી.