India vs New Zealand 3rd Test: મુંબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઋષભ પંતે અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. પંત ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારત તરફથી સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી. પંતે આ મામલે યશસ્વી જયસ્વાલને પાછળ છોડી દીધો છે.


 




ઋષભ પંતે 36 બોલમાં અડધી સદી ફટકારી


મુંબઈ ટેસ્ટના પ્રથમ દાવમાં ભારત તરફથી ઋષભ પંત છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 36 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ રીતે તે ન્યૂઝીલેન્ડ સામે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો. અગાઉ આ રેકોર્ડ યશસ્વીના નામે નોંધાયેલો હતો. યશસ્વીએ પુણે ટેસ્ટમાં 41 બોલમાં અડધી સદી ફટકારી હતી. રિષભ પંતની વાત કરીએ તો તેણે આ ઇનિંગમાં 59 બોલનો સામનો કરીને 60 રન બનાવ્યા હતા. પંતે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.


ગિલ સાથે પંતની શાનદાર ભાગીદારી 


ઋષભ પંત અને શુભમન ગિલ વચ્ચે 96 રનની ભાગીદારી થઈ હતી. પંતે 60 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે આ ભાગીદારી દરમિયાન ગીલે 35 રન બનાવ્યા હતા. શુભમને ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. તે 3 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 146 બોલનો સામનો કરીને 90 રન બનાવ્યા હતા. ગિલે પણ 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.


ભારતીય ટીમ 263 રનમાં ઓલ આઉટ
મુંબઈ ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. જ્યારે રિષભ પંતે 60 રન બનાવ્યા હતા. અંતમાં વોશિંગ્ટન સુંદરે 38 રનની અણનમ ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે 5 વિકેટ ઝડપી હતી. કિવી ટીમ પ્રથમ દાવમાં માત્ર 235 રન જ બનાવી શકી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ 28 રનની લીડ મેળવી લીધી છે.


આ પણ વાંચો...


KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો