Rishabh Pant Isha Negi Team India: ટીમ ઈન્ડિયાના પ્રતિભાશાળી બેટ્સમેન-વિકેટકિપર ઋષભ પંતે શાનદાર બેટિંગ કરીને ઈંગ્લેન્ડ સામે ભારતને જીત અપાવી હતી. તેણે માન્ચેસ્ટર વનડેમાં અણનમ સદી ફટકારી હતી. પંતની આ મેચ વિનિંગ ઇનિંગ બાદ તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પ્રતિક્રિયા આપી છે. ઈશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પંતનો એક વીડિયો શેર કર્યો છે અને ઈમોજી બનાવી છે. ઉલ્લેખનિય છે કે, ઋષભ પંત અને ઈશા નેગી લાંબા સમયથી સાથે છે.
ઈશાએ આપ્યું આ રિએક્શનઃ
ઋષભ પંતે વનડે સિરીઝની ત્રીજી મેચમાં 113 બોલમાં અણનમ 125 રન બનાવ્યા હતા. ઈશાએ આ ઈનિંગ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં પંતનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું કે, ચેમ્પ ઋષભ પંત. પંતે ઘણી વખત ઈશા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં રિષભ પંત સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે બે ઇનિંગ્સમાં 125 રન બનાવ્યા હતા. પંતે બે ઇનિંગ્સમાં 16 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે હાર્દિક પંડ્યા બીજા સ્થાને છે. તેણે 2 ઇનિંગ્સમાં 100 રન બનાવ્યા હતા.