Rishabh Pant Century England vs India Edgbaston: બર્મિંગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં રિષભ પંતે જોરદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. આ સદીના કારણે તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. તે એડબેસ્ટન, બર્મિંગહામ ખાતે સદી ફટકારનાર ત્રીજો ભારતીય બન્યો છે. તેના પહેલા માત્ર બે ભારતીય બેટ્સમેન આ કરી શક્યા છે. ટીમ ઈન્ડિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ એડબેસ્ટનમાં ટેસ્ટ સદી ફટકારી છે. આ સિવાય પંતે વધુ રેકોર્ડ પોતાના નામે કર્યા.
પંતે એડબેસ્ટનમાં સદી ફટકારતાની સાથે જ વિરાટ અને સચિનની ખાસ યાદીમાં સ્થાન બનાવી લીધું હતું. આ બે પછી આ મેદાન પર ટેસ્ટ સદી ફટકારનાર તે ત્રીજો ભારતીય બન્યો છે. આ સાથે પંત ઈંગ્લેન્ડમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીયોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે 89 બોલમાં સદી ફટકારી છે. જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીન આ મામલે પ્રથમ સ્થાને છે. અઝહરે 1990માં 88 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે ત્રીજા સ્થાને પંત પોતે છે. તેણે ઓવલમાં 117 બોલમાં સદી ફટકારી હતી.
ઈંગ્લેન્ડમાં ભારતીયો દ્વારા સૌથી ઝડપી ટેસ્ટ સદી -
88 બોલ - મોહમ્મદ અઝહરુદ્દીન, લોર્ડ્સ 199089 બોલ - ઋષભ પંત, બર્મિંગહામ 2022117 બોલ - ઋષભ પંત, ધ ઓવલ 2018118 બોલ - કેએલ રાહુલ, ધ ઓવલ 2018130 બોલ - કપિલ દેવ, ધ ઓવલ 1990
ટીમ ઈન્ડિયાનો પ્રતિભાશાળી ખેલાડી પંત એક કેલેન્ડર વર્ષમાં બે સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા રિદ્ધિમાન સાહા પણ આ અદ્ભુત કામ કરી ચુક્યા છે. સાહાએ આ કમાલ વર્ષ 2017માં કર્યો હતો. જ્યારે ધોનીએ આ કારનામું વર્ષ 2009માં કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ તે પછી પંત અને જાડેજાએ ઇનિંગ્સને સંભાળી લીધી હતી. આ બંને બેટ્સમેનોની ઇનિંગ્સની મદદથી ભારતનો સ્કોર 250 રનને પાર કરી ગયો હતો. જાડેજાએ જોરદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી.
England Playing 11 -એલેક્સ લીસ, જેક ક્રાઉલી, ઓલી પૉપ, જૉ રૂટ, જૉની બેયરર્સ્ટૉ, બેન સ્ટૉક્સ (કેપ્ટન), સેમ બિલિંગ્સ (વિકેટકીપર), મેથ્યૂ પૉટ્સ, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, જેમ્સ એન્ડરસન.
India Playing 11 -શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ.