IND Vs SL: ભારતીય ક્રિકેટ ટીમ હવે આગામી દિવસોમાં શ્રીલંકા વિરુદ્ધ વનડે અને ટી20 સીરીઝ રમવાની છે, આ સીરીઝમાં રોહિત શર્મા કેટલાય મોટા ફેરફારો કરી શકે છે. રિપોર્ટ છે કે, ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) આ વર્ષે ટી20 ફોર્મેટમાં નથી ચાલ્યુ, ખરાબ પ્રદર્શનના કારણે હવે આગામી સીરીઝોમાંથી પણ બહાર થઇ શકે છે. ખરાબ પ્રદર્શનના કારણે ઋષભ પંતને ટી20 ફોર્મેટમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. જો આમ થાય છે, તો તેની જગ્યાએ ટીમમાં ઇશાન કિશન કે પછી સંજુ સેમસનને જગ્યા મળી શકે છે. 


ઋષભ પંતે તાજેતરમાં જ બાંગ્લાદેશ વિરુદ્ધ ખતમ થયેલી ટેસ્ટ સીરીઝમાં શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ હજુ સુધી તે પોતાની ઇન્ટરનેશનલ કેરિયરમાં ટી20 ફોર્મેટમાં આ કામ નથી કરી શક્યો. વર્લ્ડકપમાં ફ્લૉપ સાબિત થયા બાદ બીસીસીઆઇએ લગભગ ઋષભ પંતને ટી20માંથી બહાર કરવાનો પ્લાન બનાવી લીધો છે. 


ઋષભ પંતની વાત કરીએ તો, તેને અત્યાર સુધી 66 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, આ મેચમાં તેને 22ની એવરેજથી 987 રન બનાવ્યા છે, આ દરમિયાન પંતની સ્ટ્રાઇક રેટ કંઇ ખાસ નથી રહી. ઋષભ પંત માત્ર 126 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. એટલુ જ નહીં ઋષભ પંત ટી20 આંતરરાષ્ટ્રીયમાં માત્ર 3 જ અર્ધશતક બનાવી શક્યો છે.


 


 


 






ભારત-શ્રીલંકા T20/ODI શેડ્યૂલ


શ્રીલંકા તેના ભારત પ્રવાસની શરૂઆત T20 શ્રેણીથી કરશે. T20 શ્રેણીની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. આ શ્રેણી બાદ બંને દેશોની વનડે શ્રેણીનું આયોજન કરવામાં આવશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતામાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.


ભારત શ્રીલંકા હેડ ટુ હેડ


T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ શ્રીલંકા પર ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ રમાઈ છે. જેમાં ભારતે 17 અને શ્રીલંકાએ 8 મેચ જીતી છે. આ દરમિયાન મેચનું પરિણામ આવ્યું ન હતું. વનડેમાં પણ શ્રીલંકા સામે ભારતનો દબદબો છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 162 વનડે રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 93 અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. આ દરમિયાન એક મેચ ટાઈ રહી હતી જ્યારે 11 મેચનું પરિણામ આવ્યું ન હતું.