India All Time ODI XI: પૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ ઇન્સ્ટાગ્રામ પર ‘ધિસ ઓર ધેટ’ ચેલેન્જ દરમિયાન પોતાની મનપસંદ ભારતીય વનડે ઇલેવનની પસંદગી કરી છે. આ ટીમમાં તેમણે રોહિત શર્માને સામેલ કર્યા નથી, જ્યારે રોહિત વનડે ક્રિકેટમાં ભારતનો ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને ત્રણ બેવડી સદી ફટકારનારા દુનિયાનો એકમાત્ર ખેલાડી પણ છે. ઉથપ્પાએ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની ઐતિહાસિક ઓપનિંગ જોડીને પોતાની પહેલી પસંદ બનાવી છે. આંકડા જોઈએ તો તેમનો આ વિકલ્પ ઘણો મજબૂત દેખાય છે. સચિન તેંડુલકર વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ બેટ્સમેન રહ્યા છે. સચિનના નામે 18,426 રન નોંધાયેલા છે. વળી, તાજેતરમાં જ આઇસીસી (ICC) હોલ ઓફ ફેમમાં સામેલ થયેલા સૌરવ ગાંગુલીએ 308 મેચોમાં 11,221 રન બનાવ્યા છે.

Continues below advertisement

 

Continues below advertisement

વિરાટ, યુવરાજ અને ધોનીને મળી જગ્યા

ઉથપ્પાએ ત્રીજા નંબર પર વિરાટ કોહલીને પસંદ કર્યા, જેમના નામે વનડે ક્રિકેટમાં સૌથી વધુ 54 સદી નોંધાયેલી છે. ચોથા નંબર પર યુવરાજ સિંહને જગ્યા આપી, જ્યારે વિકેટકીપર અને કેપ્ટન તરીકે એમએસ ધોનીની પસંદગી કરી. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2011 વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. બેટિંગને વધુ મજબૂતાઈ આપવા માટે છઠ્ઠા નંબર પર સુરેશ રૈનાને સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો...MLC 2026: નિકોલસ પૂરને ફટકારી ટી-20 લીગની બીજી સૌથી ઝડપી સદી, ફટકારી 13 સિક્સ

ઓલરાઉન્ડર અને બોલિંગમાં દિગ્ગજો પર ભરોસો

ઓલરાઉન્ડર તરીકે ઉથપ્પાએ હાર્દિક પંડ્યાની જગ્યાએ 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવને પસંદ કર્યા છે. સ્પિન ઓલરાઉન્ડર તરીકે રવીન્દ્ર જાડેજાને જગ્યા મળી છે, જ્યારે સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે અનિલ કુંબલેને પસંદ કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલિંગની જવાબદારી ઝહીર ખાન અને જસપ્રિત બુમરાહને સોંપવામાં આવી છે. નોંધનિય છે યુવરાજ સિંહે ભારતને બબ્બે વિશ્વ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નામે ટી20 માં 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ છે. તો બીજી તરફ કપિલ દેવ 1983 વિશ્વ કપ વિજેતા ટીમના કેપ્ટન હતા.          

રોબિન ઉથપ્પાની ઓલ ટાઇમ ભારત ODI XI:

સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), સુરેશ રૈના, કપિલ દેવ, રવીન્દ્ર જાડેજા, અનિલ કુંબલે, ઝહીર ખાન, જસપ્રિત બુમરાહ.