ભારતીય કેપ્ટન રોહિત શર્મા ODI વર્લ્ડ કપ 2023માં અમદાવાદમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન 300 ODI સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. સિક્સર ફટકારવામાં રોહિત શર્માએ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.  

પાકિસ્તાનનો બેટ્સમેન શાહિદ આફ્રિદી ODI ક્રિકેટમાં સિક્સ ફટકારવામાં સૌથી વધુ 351 સિક્સર સાથે સૌથી આગળ છે. વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ 50 ઓવરની ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં આફ્રિદી બાદ બીજા સ્થાન પર  છે. 

ODI માં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેન

શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) - 351  ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 331 રોહિત શર્મા (ભારત) - 303સનથ જયસૂર્યા (શ્રીલંકા) -270 એમએસ ધોની (ભારત) - 229 

વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે થશે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 20મીએ બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડકપની આ મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી શાનદાર જીત મળી છે. 

ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે થશે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 20મીએ બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડકપની આ મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી શાનદાર જીત મળી છે. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે.  

બેટિંગ ફ્રેન્ડલી પિચ પર ભારતીય બોલરોએ જોરદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને માત્ર 191 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.  રોહિતે પાકિસ્તાની બોલરોને ફટકાર્યા હતા. હિટમેને માત્ર 63 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે  તે સદી ચૂકી ગયો હતો. આ દરમિયાન ભારતીય કેપ્ટને 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. 2023 વર્લ્ડ કપમાં ભારતનો આ સતત ત્રીજો વિજય છે.

આ અગાઉ શુભમન ગિલ અને રોહિત શર્માએ પાકિસ્તાન તરફથી મળેલા 192 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ભારતીય ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. ગિલ 11 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને આઉટ થયો હતો. શાહીન આફ્રિદીએ તેને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી કિંગ કોહલી અને રોહિત શર્માએ પાકિસ્તાની બોલરો સામે ફટકાબાજી  શરૂ કરી હતી. જોકે  કોહલી ત્રણ ચોગ્ગાની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો.