Rohit Sharma: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણી ચાલી રહી છે. પહેલી મેચ રાંચીમાં રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. રાયપુરમાં રમાઈ રહેલી બીજી ODIમાં ભારત અને દક્ષિણ આફ્રિકા હવે એકબીજાનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ સતત 20મી મેચ છે જેમાં ભારતીય ટીમ ટોસ હારી ગઈ છે. પહેલા બેટિંગ માટે આમંત્રણ મળતા રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ભારતીય ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત કરી હતી. ઓપનિંગ જોડીએ માત્ર ચાર ઓવરમાં 28 રન ફટકાર્યા. ત્યારબાદ, પાંચમી ઓવરમાં રોહિત શર્માએ સતત ત્રણ ચોગ્ગા ફટકારીને ઇતિહાસ રચ્યો.

Continues below advertisement

14 રન બનાવી ઇતિહાસ રચ્યો 

વાસ્તવમાં, રોહિત શર્માને પ્રથમ ચાર ઓવરમાં ફક્ત ત્રણ બોલ રમવા મળ્યા અને બે રન બનાવ્યા. જોકે, બીજી જ ઓવરમાં રોહિતે ચોગ્ગાની હેટ્રિક ફટકારીને નોંધપાત્ર પ્રભાવ પાડ્યો. આ ચોગ્ગાની મદદથી રોહિતે ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9000 રન પૂરા કર્યા. આ મેચ પહેલા રોહિતને 9,000 રનનો આંકડો પૂર્ણ કરવા માટે ફક્ત નવ રનની જરૂર હતી. હવે તે ઘરઆંગણે 9,000 રન બનાવનાર ચોથો ભારતીય બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડે આ સિદ્ધિ મેળવી હતી.

Continues below advertisement

પાંચમી ઓવરમાં નાંદ્રે બર્ગરની બોલ પર સતત ત્રીજી ફોર ફટકારીને રોહિતે રાહુલ દ્રવિડને પાછળ છોડીને ભારતીય ભૂમિ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. રોહિત હવે ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.

ઘરેલુ મેદાન પર સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન (ત્રણેય ફોર્મેટમાં)

સચિન તેંડુલકર - 14,192વિરાટ કોહલી - 12,373રોહિત શર્મા - 9,005રાહુલ દ્રવિડ - 9,004

સળંગ ત્રણ ચોગ્ગા ફટકાર્યા બાદ રોહિત શર્મા સારા ફોર્મમાં દેખાતો હતો, પરંતુ નંદ્રે બર્ગરની ઓવરના પાંચમા બોલ પર તે આઉટ થયો. આ રીતે, રોહિતની ઇનિંગ્સ 14 રનના સામાન્ય સ્કોર પર સમાપ્ત થઈ.

ભારત પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ણા.

સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન

ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરમ, મેથ્યુ બ્રીટ્ઝકી, ટોની ડી જ્યોર્જી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર અને લુંગી એન્ગિડી.