Sarfaraz Khan Run Out: સરફરાઝ ખાન જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા. આખરે લાંબી રાહ જોયા બાદ તક આવી અને ટીમ ઈન્ડિયાએ સરફરાઝને ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું. સરફરાઝે આ શાનદાર તકને ઝડપી લીધી. એવું લાગી રહ્યું હતું કે સરફરાઝ તેની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારશે. પરંતુ પછી અચાનક કંઈક એવું બન્યું કે બધા અવાચક રહી ગયા. માત્ર 66 બોલમાં 62 રન બનાવીને રની રહેલો સરફરાઝ 99 રને બીજી તરફ બેટિંગ કરી રહેલા રવીન્દ્ર જાડેજા સાથે ગેરસમજનો શિકાર બન્યો ત્યારે તે અચાનક રનઆઉટ થયો.


 






સરફરાઝ આઉટ થતાં જ સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ક્રિકેટપ્રેમીઓ દંગ રહી ગયા હતા. પરંતુ રોહિત શર્મા માત્ર સ્તબ્ધ જ નહીં પરંતુ ગુસ્સામાં પણ જોવા મળ્યો હતો. ડગ આઉટમાં બેઠેલા રોહિત શર્માએ પોતાની કેપ ઉતારી અને તેને જમીન પર પછાડી. આ રનઆઉટ માટે તે રવિન્દ્ર જાડેજાથી નારાજ દેખાઈ રહ્યો હતો. રોહિતનો વીડિયો સામે આવ્યો છે.


સરફરાઝ ખાને ઈંગ્લિશ બોલરોને બરાબરના ધોયા 


ભારતીય કેપ્ટન રોહિત શર્માના આઉટ થયા બાદ સરફરાઝ ખાન બેટિંગ કરવા આવ્યો હતો. રોહિત શર્મા જ્યારે પેવેલિયન પરત ફર્યો ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટે 237 રન હતો. આ પહેલા રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની મજબૂત ભાગીદારી નોંધાઈ હતી. રોહિત શર્મા બાદ ક્રિઝ પર આવેલા સરફરાઝ ખાને આક્રમક વલણ અપનાવ્યું હતું. આ યુવા બેટ્સમેને ઇંગ્લિશ બોલરો પર વર્ચસ્વ જમાવવાનું ચાલુ રાખ્યું હતું. નબળા બોલની સાથે તે સારા બોલને પણ બાઉન્ડ્રીની પાર મોકલતો રહ્યો. આથી સરફરાઝ ખાને માત્ર 47 બોલમાં પચાસ રનનો આંકડો પાર કરી લીધો હતો. જોકે, તે દુર્ભાગ્યરીતે 66 બોલમાં 62 રન કરી રન આઉટ થયો હતો.


શરૂઆતના આંચકાઓ બાદ રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 204 રનની ભાગીદારી થઈ હતી. ભારતના ત્રણ બેટ્સમેનો 33 રનમાં પેવેલિયન ગયા હતા, પરંતુ આ પછી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લિશ બોલરોને કોઈ તક આપી ન હતી. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ ઉપરાંત શુભમન ગિલ અને રજત પાટીદારે નિરાશ કર્યા હતા.