Border-Gavaskar Trophy:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ની છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં યોજાવાની છે. સિડનીમાં યોજાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 4:30 વાગ્યે યોજાશે. પરંતુ ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં બહાર બેસી શકે છે. તેની જગ્યાએ જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. 


 






સૂત્રોના જણાવ્યા અનુસાર શુભમન ગિલ પ્લેઈંગ 11માં વાપસી કરવા માટે તૈયાર છે. કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે આરામ આપવામાં આવી શકે છે. તેના સ્થાને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શુક્રવારે સવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે ટોસ  મેદાનમાં શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે- રોહિતે કોચ ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરને પોતાના નિર્ણયની જાણકારી આપી છે. જેના માટે બંને સંમત થયા છે.


 






તમને જણાવી દઈએ કે ઈજાના કારણે આકાશદીપ સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. આકાશદીપની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી છે. તે લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. આ સિવાય કેએલ રાહુલ ઇનિંગની શરૂઆત કરશે. રોહિતની જગ્યાએ શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે.


રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય 


ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ છે. રોહિત પહેલા મિડલ ઓર્ડરમાં રન બનાવવા નિષ્ફળ રહ્યો અને પછી ઓપનિંગમાં પણ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. આ સિરીઝમાં અત્યાર સુધી રોહિત માત્ર 31 રન જ બનાવી શક્યો છે. તે માત્ર એક જ વખત ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો છે.


તો મેલબોર્ન રોહિતની છેલ્લી ટેસ્ટ?


આનો અર્થ એ પણ થઈ શકે છે કે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ ભારત માટે 37 વર્ષીય રોહિતની છેલ્લી ટેસ્ટ હોઈ શકે છે, કારણ કે તેને આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમમાં ભાગ્યે જ સ્થાન મળી શકે છે. આ ટેસ્ટ પ્રવાસ ઈંગ્લેન્ડના ઉનાળાના પ્રવાસ (જૂન 2025)થી શરૂ થશે. તે જ સમયે, વર્તમાન સિઝનમાં ભારત WTC ફાઇનલ (જૂન 11 લોર્ડ્સ) માટે ક્વોલિફાય કરવામાં સક્ષમ બને તેવી શક્યતા ઓછી છે.


ભારતીય સ્કોવ્ડ: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, દેવદત્ત પડિકલ.


આ પણ વાંચો..


Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન