Rohit Sharma & Virat Kohli:  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે મેચોની શ્રેણીની બીજી મેચ બાર્બાડોસમાં રમાઈ રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ મેચમાં નથી રમી રહ્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલીની જગ્યાએ સંજુ સેમસન અને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. ભારતીય ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેનો વેસ્ટ ઈન્ડિઝના બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.


રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના ટીમ ઈન્ડિયાની ખરાબ હાલત થઈ


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. ઓપનર ઈશાન કિશન અને શુભમન ગીલે સારી શરૂઆત અપાવી હતી. ઈશાન કિશન અને શુભમન ગીલે 16.5 ઓવરમાં 90 રન ઉમેર્યા હતા. પરંતુ આ પછી ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેન પત્તાની જેમ વિખેરાઈ ગયો હતો. ભારતીય ટીમને પહેલો ફટકો 90 રનના સ્કોર પર લાગ્યો હતો, પરંતુ 113 રનના સ્કોર પર ટોપ ઓર્ડરના 5 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા.


 






રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના ટીમ ઈન્ડિયાની બેટિંગમાં દમ નથી!


જોકે, ઈશાન કિશને 55 બોલમાં 55 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ નિરાશ કર્યા. ખાસ કરીને સંજુ સેમસન, શુભમન ગિલ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.  ઈશાન કિશન ઉપરાંત શુભમન ગિલ,સંજુ સેમસન,સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડ્યા,અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નથી. શુભમન ગિલે 49 બોલમાં 34 રન બનાવ્યા હતા. જ્યારે સંજુ સેમસન,અક્ષર પટેલ,હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે અનુક્રમે 9, 1, 7 અને 24 રન બનાવ્યા હતા.


જોકે, હવે સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના ટીમ ઈન્ડિયાની બેટિંગમાં કોઈ દમ નથી. ખાસ કરીને આ ટીમના યુવા બેટ્સમેનો બેટિંગમાં જુસ્સો દેખાડી શક્યા નથી. બીજી તરફ ભારત-વેસ્ટ ઈન્ડિઝની વનડે શ્રેણીની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. ભારતે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું.