નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર ટૉમ મૂડીએ શનિવાર ભારતના રોહિત શર્મા અને સાથી ઓસ્ટ્રેલિયન ખેલાડ઼ી ડેવિડ વોર્નરને ટી-20માં સૌથી બેસ્ટ ઓપનર્સ ગણાવ્યા હતા. મૂડી જાણીતા કોચ અને કોમેન્ટેટર છે.
એક સવાલના જવાબમાં મૂડીએ ચેન્નઇ સુપર કિંગ્સને પોતાની ફેવરિટ આઇપીએલ ટીમ અને મહેન્દ્રસિંહ ધોનીને પોતાનો ફેવરિટ કેપ્ટન ગણાવ્યો હતો. જ્યારે મૂડીને ટીમ-20માં સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન અંગે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યું કે, ખૂબ મુશ્કેલ છે પરંતુ હું ડેવિડ વોર્નર અને રોહિત શર્માનું નામ લઇશ.
ભારતમાં ક્રિકેટની અપાર પ્રતિભાઓ છે પરંતુ મૂડીને લાગે છે તેમાં શુભમન ગિલ સૌથી સારો છે. ગિલે ભારત માટે બે વન-ડે રમી છે અને ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નહોતી.
મૂડી અનેક આઇપીએલ ટીમોને કોચિંગ આપી ચૂક્યા છે. તેમનું માનવું છે કેન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની ક્રિકેટની સમજ સારી છે અને તેમનો ફેવરિટ ભારતીય ફિલ્ડર રવિન્દ્ર જાડેજા છે. પસંદગીનો ભારતીય ખેલાડી પૂછવા પર મૂડીએ કેપ્ટન કોહલીનું નામ લીધું હતું.
ટૉમ મૂડીના મતે રોહિત શર્મા અને વોર્નર દુનિયાના સૌથી બેસ્ટ ટી-20 ઓપનર્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Apr 2020 09:29 PM (IST)
એક સવાલના જવાબમાં મૂડીએ ચેન્નઇ સુપર કિંગ્સને પોતાની ફેવરિટ આઇપીએલ ટીમ અને મહેન્દ્રસિંહ ધોનીને પોતાનો ફેવરિટ કેપ્ટન ગણાવ્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -