RR vs DC: IPL 2026 ની 43મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાવાની છે. આ મુકાબલો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આજની મેચ આ ગ્રાઉન્ડની પિચ નંબર-4 પર રમાશે. આજે હાઈસ્કોરિંગ મેચની શક્યતા છે. જાણો હેડ ટુ હેડમાં કોણ આગળ છે, સંભવિત XII, પિચ રિપોર્ટ અને હવામાન કેવું રહેવાનું અનુમાન છે. જયપુરના આ ગ્રાઉન્ડનો આઈપીએલ રેકોર્ડ પણ અહીં આપવામાં આવ્યો છે.

Continues below advertisement

 

IPL 2026 ની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. RR એ 9 માંથી 6 મેચ જીતી છે. છેલ્લી 5 માંથી રાજસ્થાને 3 મેચ હારી છે, પરંતુ છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યા બાદ ટીમે મોમેન્ટમ મેળવી લીધું છે. દિલ્હી કેપિટલ્સે 8 માંથી માત્ર 3 મેચ જીતી છે, છેલ્લી 5 માંથી DC એ 4 મેચ ગુમાવી છે. 6 પોઈન્ટ સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.

Continues below advertisement

RR vs DC હેડ ટુ હેડ

  • કુલ મેચ: 30
  • રાજસ્થાને જીતી: 15
  • દિલ્હીએ જીતી: 15

આ પણ વાંચો...RR vs DC: વૈભવ સૂર્યવંશી આજે તોડી શકે છે આ મોટો રેકોર્ડ, માત્ર 26 રન અને આ બેટ્સમેનના નામે થશે...

સવાઈ માનસિંહ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ મેચ સવાઈ માનસિંહ સ્ટેડિયમની પિચ નંબર-4 પર થશે. અહીં રાત્રે રમાયેલી છેલ્લી 3 મેચ હાઈ સ્કોરિંગ રહી છે, જેમાં 2 વાર એ ટીમ જીતી છે જેણે પહેલા બેટિંગ કરી હતી. જોકે હવામાન અને પિચને જોતા ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

આ એક બેટિંગ પિચ છે, શરૂઆતથી અહીં બેટ્સમેનો માટે મદદ રહેશે. પરંતુ હવામાનને જોતા કહી શકાય કે બેટ્સમેનોએ શરૂઆતની 3 થી 4 ઓવર સંભાળીને બેટિંગ કરવી પડશે. પહેલા બેટિંગ કરનારી ટીમે 210-220 નો સ્કોર ઉભો કરવો જોઈએ, આનાથી નીચેના સ્કોરને ડિફેન્ડ કરવો અહીં ઘણો મુશ્કેલ રહેશે.

RR vs DC મેચમાં કેવું રહેશે હવામાન?

જયપુરમાં આજે હવામાન મેચને અનુકૂળ છે. વરસાદની શક્યતા નહિવત છે, જોકે વચ્ચે-વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પહેલા બેટિંગ કરનારી ટીમ માટે હવામાનની દ્રષ્ટિએ પણ પડકાર રહેશે. 6 થી 7 વાગ્યાની વચ્ચે તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની આશા છે અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં IPL રેકોર્ડ્સ

  • કુલ મેચ: 65
  • પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી: 23
  • પહેલા બોલિંગ કરનારી ટીમ જીતી: 42
  • સર્વાધિક વ્યક્તિગત સ્કોર: 113 (કોહલી)
  • બેસ્ટ બોલિંગ: 6/14 (સોહેલ તનવીર)
  • સર્વાધિક ટોટલ: 229/5 (SRH)
  • સર્વાધિક રન ચેઝ: 119/7 (GT)

રાજસ્થાન રોયલ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, શુભમ દુબે, રવીન્દ્ર જાડેજા, દસુન શનાકા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ પુંજા.

દિલ્હી કેપિટલ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (વિકેટકીપર), સાહિલ પરીખ, નીતીશ રાણા, સમીર રિઝવી, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, કાઈલ જેમીસન, કુલદીપ યાદવ, ટી નટરાજન, મિચેલ સ્ટાર્ક.

RR vs DC મેચની લાઈવ સ્ટ્રીમિંગ ડિટેલ

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ મેચ આજે 1 મે ના રોજ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. ટોસ 7 વાગ્યે થશે. મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે. જિયોહૉટસ્ટાર એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ થશે.