Road Safety World Series 2022 Champions: India Legends ફરી એકવાર રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું ટાઇટલ જીત્યું છે. શનિવારે રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં ઇન્ડિયા લિજેન્ડ્સે Sri Lnaka Legendsને 33 રને હરાવ્યું હતું. અહીં નમન ઓઝાએ India Legends માટે સદી ફટકારી હતી. તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો.
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ સિઝનનું ટાઇટલ પણ ઇન્ડિયા લિજેન્ડ્સે જીત્યું હતું. આ વખતે બીજી સિઝનમાં આ ટીમ પોતાનું ટાઇટલ બચાવવામાં સફળ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા લિજેન્ડ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
નમન ઓઝાએ 71 બોલમાં 108 રન બનાવ્યા હતા. તે શરૂઆતથી અંત સુધી એક છેડે રહ્યો હતો. સચિન તેંડુલકર (0), સુરેશ રૈના (4), યુસુફ પઠાણ (0) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. વિનય કુમાર (36), યુવરાજ સિંહ (19) અને ઇરફાન પઠાણે (11) કાંઇ ખાસ કમાલ કરી શક્યા નહોતા. શ્રીલંકા તરફથી નુવાન કુલશેખરાએ ત્રણ, ઉદાનાએ બે અને ઈશાન જયરત્નેએ એક વિકેટ ઝડપી હતી.
Sri Lnaka Legends 162 રનમાં ઓલઆઉટ
196 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી Sri Lnaka Legendsની વિકેટ શરૂઆતથી જ પડતી રહી. દિલશાન મુનાવીરા (8), સનથ જયસૂર્યા (5), તિલકરત્ને દિલશાન (11) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. Sri Lnaka Legendsના મિડલ ઓર્ડર બેટ્સમેનો પણ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા. ઉપલ થરંગા (10), અસિલા ગુણારત્ને (19), જીવન મેન્ડિસ (20) નાની ઇનિંગ્સ રમી હતી. એકમાત્ર ઈશાન જયરત્નેએ 22 બોલમાં 51 રન ફટકારીને પોતાની ટીમને જીતની આશા જગાવી હતી. શ્રીલંકાની આખી ટીમ 18.5 ઓવરમાં 162 રનમાં સમેટાઈ ગઈ હતી. ઇન્ડિયા લિજેન્ડ્સ તરફથી વિનય કુમારને ત્રણ, અભિમન્યુ મિથુને બે અને બાકીના બોલરોને એક-એક વિકેટ મળી હતી.
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર તિલકરત્ને દિલશાન પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શક્યા નહોતો પરંતુ આ વખતે તે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' રહ્યો હતો. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની આ સિઝનમાં તેણે 192 રન બનાવ્યા અને 5 વિકેટ પણ લીધી.